મોંઘા થશે પિજ્જા અને બર્ગર, ફૈટ ટેક્સની તૈયારી

નવી દિલ્હી, સોમવાર, 23 જાન્યુઆરી 2017 (17:52 IST)

Widgets Magazine

 જો તમે પિજ્જા બર્ગર અને નૂડલ્સ જેવા જંક ફૂડના શોખીન છો તો હવે તમારે આ માટે વધુ પૈસા ખર્ચ કરવા પડી શકે છે.  કેન્દ્ર સરકાર હવે જંક ફૂટ પર ફેટ ટેક્સ લગાવવાનુ મન બનાવી રહી છે. બની શકે છે કે આનુ એલાન આવનારા બજેટમાં કરવામાં આવે. 
 
ટેક્સ લગાવવા પાછળ આ છે કારણ 
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ લગાવી શકે છે. એનો મતલબ છે કે તમારી પસંદગીના પિજ્જા બર્ગર નૂડલ્સ કોલ્ડ ડ્રિંક્સ અને ચિપ્સના ભાવ વધી જશે.  ઉલ્લેખનીય છે કે સચિવોના એક સમૂહે પ્રધાનમંત્રી સામે એક પ્રેજેંટેશન આપીને જંક ફૂડ પર ફૈટ ટેક્સ લગાવવાની ભલામણ કરી છે. સમૂહનુ માનવુ છે કે ફેટ ટેક્સ લાગ્યા પછી લોકો જંક ફૂડ ઓછુ ખાશે.  તેનાથી જાડાપણુ અને દિલની બીમારી વધવા જેવી સમસ્યાઓની ગતિ પર લગામ લાગશે.  સમૂહે એ પણ સલાહ આપી છે કે ફેટ ટેક્સથી મળનારી રકમને દેશના સ્વાસ્થ્ય બજેટ સાથે જોડવામાં આવશે. જેથી સરકારી સ્વાસ્થ્ય સેવાઓને વધુ સારી બનાવી શકાય. લોકોને આ ખતરાનો અહેસાસ પણ છે તેથી તેઓ આ પ્રસ્તાવ સાથે છે. 
 
બજેટમાં થઈ શકે છે એલાન 
 
જાપાન અને ડેનમાર્કે અનેક વર્ષથી આવા જ ટેક્સ દ્વારા જાડાપણા વિરુદ્ધ જંગ છેડી રાખી છે. જાડાપણાના મામલે ભારત દુનિયામાં ત્રીજા નંબર પર છે અને તેનો સૌથી વધુ શિકાર 13 થી 18 વર્ષના કિશોર બની રહ્યા છે. ફેટ ટેક્સ લગાવવા કે ન લગાવવા પર અંતિમ નિર્ણય પ્રધાનમંત્રીએ લેવાનો છે.  આશા છે કે બજેટમાં આનુ એલાન થઈ શકે છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

છેવટે 1 ફેબ્રુઆરીએ જ રજુ થશે બજેટ

વિપક્ષી દળોની તમામ કોશિશો છતા મોદી સરકાર 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરશે. અંદાજપત્રની ...

news

3 વર્ષ પછી એટીએમ કોઈ કામના નહી રહે

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતનુ કહેવુ છે કે દેશમાં આગામી ત્રણ વર્ષમાં ...

news

ગુજરાતમાં નીકળી છે જોબ્સની વેકેન્સી, મળશે 43350 હજાર સેલેરી

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન (GSECL) દ્વારા લેબર વેલફેયર ઑફિસરના 4 પદો પર ભરતી ...

news

બજેટ 2017 - ખુલશે રાહત અન ભેટનો ખજાનો

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું એલાન થવા છતા આગામી 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવાની ...

Widgets Magazine