ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : શુક્રવાર, 24 માર્ચ 2017 (14:17 IST)

ખાસ રીતે ઉજવો બાળકનો પહેલો Birthday

બાળકના જન્મથી લઈને તેમના મોટા થતા સુધી દરેક માતા-પિતા તેને સાચવીને રાખે છે. બાળકનો પહેલો જન્મદિવસ ઉજવવાનો શોખ જુદો જ હોય છે. 
 
પેરેંટ્સ ઈચ્છે છે કે એ તેમના બાળક માટે કઈક ખાસ  કરે. કોઈ એવી થીમ પસંદ કરે કે બાળક ખુશ થઈ જાય અને હમેશા માટે તમારા અને તેના માટે યાદગાર બની રહે. 
1. પાર્ટી માટે સ્થાન પસંદ કરવુ- તમે માત્ર પરિવાર અને કેટલાક ખાસ લોકો સાથે જન્મદિવસ ઈચ્છો છો તો ઘર સૌથી સરસ ઑપશન છે. વધારે લોકો છે તો કોઈ રેસ્ટોરેંટ કે હોટલ પણ અરેંજ કરી શકો છો. 
 
2. સ્પેશલ કેક- બાળક માટે કોઈ એનિમલ, ડૉલ કે કાર્ટૂન કેરેક્ટર જેવી થીમનો કેક બુક કરાવો. કેક 3-4 દિવસ પહેલા જ બુક  કરાવી નાખો જેથી કોઈ પરેશાની ન આવે 
 
3. બર્થડેની થીમ હોય ખાસ- બર્થડે માટે એનીમલ, બલૂન, કેપ, પતંગ કે પોમ્-પોમ થીમથી સજાવટ કરીને બાળકને ખુશ કરી શકો છો. 
 
4. ગેમ્સ- પાર્ટીમાં થોડું ફન હોવું પણ જરૂરી છે. મ્યૂજિકલ ચેયરની રીતે બીજા પણ ફની ગેમથી વાતાવરણ ખુશનુમા બની જશે. 
 
5. કલરફુલ પેપર પ્લેટસ- કેક અને સ્નેક્સ સર્વ કરવા માટે પેપર પ્લેટસ બેસ્ટ રહે છે. તમે ફ્લ્વાર કે કલરફુલ પ્રિંટ પણ પસંદ કરી શકો છો. 
 
6. રિટર્ન ગિફ્ટ- રિટર્ન ગિફ્ટ વગર પાર્ટી અધૂરી લાગે છે. બાળક ગિફ્ટને જોઈને બહુ ખુશ થાય ચે. રિટર્ન ગિફ્ટમાં તમે ટૉફી, ચાકલેટ, પેંસિલ બૉક્સ કે સ્પેશલ થીમ પસંદ કરી શકો છો.