શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : રવિવાર, 7 ફેબ્રુઆરી 2016 (00:17 IST)

ચાઈલ્ડ કેર - બાળકોને આ વસ્તુઓથી રાખો દૂર

આજકાલના બાળકો ટીવી જોવામાં વધુ સમય વ્યતીત કરે છે અને ટીવી જોવાની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે અનેક પેરેંટ્સ તો બાળકોને ટીવી જોવાની ના પાડતા જ નથી. જેની સીધી અસર તેમના આરોગ્ય પર પડે છે અને સાથે અભ્યાસને પણ નુકશાન થાય છે. ભલે ટીવી દ્વારા બાળકોને મનોરંજન અને થોડી માહિતી મળતી હોય પણ તેને જોવાની કોઈ સીમા હોવી જોઈએ. 
 
પેરેટ્સે જોઈએ કે બાળકોને ટીવી જોવાનો સમય ચોક્ક્સ સમય નક્કી કરે અને ધ્યાન રાખે કે બાળકો ટીવી પર વધુ સમય કંઈ કંઈ વસ્તુઓ જોવામાં વીતાવે છે.  
 
- ટીવી જોવાનો સમય નક્કી કરો જેથી બાળકો પોતાનો અભ્યાસ પણ સારી રીતે કરી શકે. 
- ટેલીવિઝન વધુ જોવાની સીધી અસર બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર પડે છે. 
- જમતી વખતે બાળકોને ટીવી બિલકુલ ન જોવા દો. આવુ કરવાથી બાળકો જમશે ઓછુ અને ટીવી તરફ વધુ ધ્યાન આપશે તેનાથી તેઓ ઝાડાપણાનો શિકાર થઈ શકે છે.  
- વધુ ટીવી જોવાથી બાળકોની હેલ્થ પર અસર પડે છે.  કારણ કે બાળકો અન્ય કોઈપણ એક્ટીવીટીમાં ભાગ નથી લેતા અને જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે અને વધુ ટીવી જોવાથી આંખો પર પણ ખરાબ પ્રભાવ પડે છે. 
 
- બાળકોને અભ્યાસની સાથે સાથે રમવા અને કંઈક એક્સ્ટ્રા કરિકુલર એક્ટીવિટીઝમાં ભાગ લેવા માટે પ્રેરિત કરો. 
 
- ટીવી વધુ જોવાથી બાળકોનો સ્વભાવ ચિડિયો થઈ જાય છે. 
 
- એક નવા અભ્યાસ મુજબ વધુ ટીવી જોવાથી બાળકોના મસ્તિષ્કની સંરચનાને બદલી શકાય છે. 
 
- બાળકોને રાત્રે ટીવી બિલકુલ ન જોવા દો આની અસર તેમની ઉંઘ પર પણ પડે છે.