શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : શુક્રવાર, 29 જાન્યુઆરી 2016 (17:12 IST)

child care - જ્યારે આવતા હોય બાળકોના દાંત

જો તમારા બાળકના દાંત આવી રહ્યા છે તો જરૂરી છે કે તમે અલર્ટ થઈ જાવ. આ દાંત છ મહીનાથી લઈને બે વર્ષ સુધી પૂર્ણ રૂપે આવી જાય છે. આ સમયે તેમના મસૂઢા ફૂલે છે અને તેમાં ખંજવાળ આવે છે, જેથી તે પોતાના હાથ કે કોઈ પણ વસ્તુ મોંઢામાં  નાખે છે.  ઘરના લોકો સમજે છે  કે દાંત આવે તેથી તેને જાડા થાય છે  જ્યારે કે સાચી વાત એ છે કે તેમને ઝાડા ગંદા હાથ કે ગંદી વસ્તુ મોંમાં નાખવાથી થાય છે.આવા સમયે તમે આ ઉપાયથી બાળકોની દેખરેખ  કરી શકો છો. 
 
વસ્તુઓ દૂર રાખો
 
માતા-પિતા બાળકોની આસ-પાસ રાખેલી વસ્તુઓને વ્યવસ્થિત રાખે કારણ કે ઘણી વાર બાળકો કોઈ પણ વસ્તુને ઉઠાવીને મસૂઢાને નુકશાન પહોંચાડી શકે છે. 
 
મસૂઢા  
 
બ્રેસ્ડ ફીડીંગ કે બોટલથી દૂધ પીવડાવ્યા પછી એક આંગળીમાં સાફ,નરમ અને ભીનું કપડુ લપેટી અને તેને મસૂઢા પર હળવું રગડો . દિવસમાં એકવાર આવું કરો . આવુ કરવાથી તેના મોઢામાંથી કોઈ પ્રકારની દુર્ગંધ નહી આવે. . 
 
હોમ્યોપેથિક સારવાર 
 
જ્યારે બાળકોના દાંત આવે તો તેમને બાયોકામ્બિનેશન 21 આપવામાં આવે  છે. આ આયરન અને કેલ્શિયમનું મિશ્રણ હોય છે. કેલ્શિયમ દાંતોની વૃદ્ધિ અને આયરન સોજો અને ખંજવાળને દૂર કરે છે. 
 
આયુર્વેદિક સારવાર 
 
બાળકોને દિવસમાં બે થી ત્રણ વાર મસૂઢા પર મધ લગાવવું જોઈએ. બાળચક્રભદ્ર દવાને એક ચમચી મધમાં મિક્સ કરી દિવસમાં બે વાર બાળકોને આપવાથી તેને ખજવાળની સમસ્યા નહી થાય. 
 
બાળકોને ક્યારે બ્રશ કરાવવો જોઈએ 
 
જ્યારે બાળક ઓછી વયના હોય તો દૂધ કે કઈ પણ ખાધા પછી તેને કોગળા કરાવી મુખની સફાઈ કરાવવી જોઈએ. બે વર્ષની વયના બાળકોના દાંત પૂર્ણ રૂપથી આવી જાય છે. આથી આ સમયથી જ તેમને બ્રશ કરાવવો શરૂ કરવો જોઈએ. જો બાળકના દાંત સમયસર  ન આવે તો તરત જ ડાક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઘણી વાર આવું કુપોષણના લીધે થાય છે.