શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By

ચાઈલ્ડ કેર : શુ આપનું બાળક હિંસાત્મક કે ગુસ્સાવાળા સ્વભાવનું છે ?

બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ તેનામાં હિંસાના ભાવ પણ જલ્દી દેખાવા લાગે છે. માટે જો તમે સતર્ક માતા-પિતા છો તો તેના આવા ભાવના લક્ષણો સરળતાથી ઓળખી શકશો. કેટલાક બાળકો તો શરૂઆતથી જ ગુસ્સા વાળું વલણ ધરાવતા હોય છે અને કેટલાક મીડિયા કે ટીવી પર દેખાડવામાં આવતા લડાઈના સીન જોઇને ગુસ્સાળુ બની જાય છે. પણ એ બાળકો જેમનો સ્વભાવ જ હિંસાત્મક છે તેમને સંભાળવા થોડા મુશ્કલ હોય છે. માટે આજે અમે તમને જણાવીશું કે આ પ્રકારના બાળકોના લક્ષણોને કઇ રીતે ઓળખી શકાય અને કઇ રીતે તેમની સાથે ડીલ કરી શકાય...

1. નાની-નાની ટેવો પરથી તમને જાણ થઈ  શકે છે કે તમારું બાળક ગુસ્સો ધરાવે છે કે નહીં. જો બાળક શાળાએથી પરત ફરતી વખતે સ્કૂલ બેગ અને જૂતાંને આમ-તેમ ફેંકી દે છે તો સમજી લો તેનો નેચર અસ્થિર પ્રકારનો છે અને હવે તેની ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

2. તમે કે પરિવારનો કોઇપણ સભ્ય જે રીતે વ્યવહાર કરે છે, બાળકો તેને તરત જ  શીખી લે છે. માટે તમારા બાળક સામે ક્યારેય  લડાઇ ન કરશો અને ગુસ્સાવાળું વલણ પણ ન રાખશો.

3. કેટલાક બાળકોનું વલણ વિનાશ તરફ હોવું પણ હિંસાનું પ્રતીક છે. આનાથી બાળકોને બહુ આનંદ મળે છે જેમાં તેઓ પોતાના સસ્તા કે મોંઘા રમકડાં પણ તોડી નાંખે છે. પણ આ વાત માતા-પિતા  સમજી નથી શકતા અને તેમને લાગે છે કે આ તો દરેક બાળકની ટેવ હોય છે. પણ આ બિલકુલ સારી ટેવ નથી હોતી અને આના માટે બાળકને સજા મળવી જોઇએ.

4. આવા બાળકો નખરા બહુ કરે છે. રડવું, બૂમો પાડવી અને ક્યારેક તો માતા-પિતાને મારવું પણ તેમના વર્તનમાં સામેલ થઇ જાય છે. પણ જો બાળકના આ વર્તન પર રોક ન લગાવી તો આ બધું તેમની ટેવોમાં સામેલ થઇ જાય છે.

5. તમારું બાળક ગુસ્સાવાળું શા માટે છે અને તે આવી હિંસા શા માટે દેખાડી રહ્યું છે તેની પાછળ છુપાયેલા કારણોને ઓળખો. તેની સમસ્યા સાંભળો અને જે યોગ્ય લાગે તે કરો. આ સિવાય તમારા બાળકનો વ્યવહાર બીજા બાળકો સાથે કેવો છે તેના પર પણ ધ્યાન આપો. કારણ કે બીજા બાળકો સામે તેઓ પોતાના અસલી રૂપમાં હોય છે.