બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (15:48 IST)

ચાઈલ્ડ કેર - આ ટિપ્સ અપનાવશો તો બાળકો રહેશે હંમેશા આગળ

બાળકો પોતાના માતા-પિતાના પાલપોષણનો અરીસો હોય છે. દરેક માતાપિતાની ઈચ્છા હોય છે કે તેમનુ બાળક જીવનમાં બધી રીતે સફળ બને. સમાજમાં તેનુ માન-સન્માન હોય. પણ તેની આ ઈચ્છા પાછળ પેરેંટ્સને ખૂબ મહેનત કરવી પડે છે.  તેને બાળપણથે એજ બાળકોમાં વાતચીતની કલા, ભાવનાત્મક રૂપે ઠોસ હોવુ વગેરે ગુણોને વિકસિત કરવા પડશે.  બાળકોમાં પ્રાકૃતિક રૂપે સામાજીક હોવાનો ગુણ હોય છે. તેથી તેમનો સૌથી પ્રથમ સોશિયલ ટચ પોતાના માતા-પિતા સાથે હોય છે.  આજે અમે તમને અહી કેટલીક આવી જ મહત્વપૂર્ણ વાતો બતાડવા જઈ રહ્યા છીએ. જેને તમે અપનાવીને સહેલાઈથી તમારા બાળકોને સોશિયલ બનાવી શકો છો. 
 
1. તમારા બાળકોને માત્ર અભ્યાસ જ નહી પણ આઉટડોર ગેમ્સમાં નાખો. તેનાથી બાળકો બાકી બાળકો સાથે પોતાનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી કરશે. 
 
2. બાળકોને હંમેશા વહેંચીને ખાવા પીવાની ટેવ નાખો 
 
3. તેમને બાળપણથી જ નાના-નાના શબ્દ જેવા કે પ્લીઝ, સૉરી, થેંક્યૂ કહેવાની ટેવ નાખો. તેનાથી તેનુ વ્યક્તિત્વનો વિકાસ થશે. 
 
4. પેરેંટ્સે પોતાના બિઝી ટાઈમમાંથી પોતાના બાળકો માટે જરૂર સમય કાઢવો જોઈએ જેથી તમે તેમની ઈચ્છાઓ અને ભાવનાઓને સમજી શકો.  આવા બાળકોનો માનસિક વિકાસ ઝડપથી થાય છે. 
 
5. બાળકોના મિત્રો વિશે પૂરી માહિતી રાખો જેથી તમારા બાળકો ખોટી સંગતનો શિકાર ન થઈ જાય. 
 
6. શરૂઆતથી બાળકોને સંપૂર્ણ સ્ટ્રોંગ બનાવો જેથી તે જીવનમાં આવનારી બધી સમસ્યાઓનો સામનો કરી શકે અને હાર ન માને. 
 
7. તમારા બાળકોને એવા વાતાવરણમાં ઉછેરો જ્યા તેમના ઉછેરમાં વધુ કઠોરતા ન હોય કે વધારેપડતી ઢીલાશ પણ ન હોય. 
 
8. તમારી સાથે તેમને સોશિયલ ફંક્શનસમાં લઈ જાવ જેથી તે સમાજમાં જીવવાની કલા શીખી શકે.