શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: સોમવાર, 26 ઑક્ટોબર 2015 (18:00 IST)

ચાઈલ્ડ કેર - ડિલીવરી પછી તરત જ માતાએ ખાવી જોઈએ આ વસ્તુઓ

ડિલીવરી પછી તરત માતાએ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મહિલાને અનેક સમસ્યા જેવી કે નબળાઈ આવવી, શરીરમાં દુખાવો થવો, કબજિયાત જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓએ પોતાનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ જેથી તેઓ આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે અને તેમનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે. તો આવો અમે તમને કેટલાક વિશેષ ઉપાય બતાવીએ છીએ જેનાથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો. 
 
ખજૂરના લાડુ ખાવ - ખજૂરના લાડુ ખાવા ખૂબ ફાયદાકારી હોય છે. તેથી તેને ડિલીવરી સમયે ખાવા જોઈએ જેથી તેના સેવનથી ફાઈબરની કમી દૂર થાય છે. કબજિયાત દૂર થાય છે. થાક અને નબળાઈ પણ નથી લાગતી. ડિલીવરી પછી એનિમિયાની સમસ્યા આવી જાય છે. તેથી તેનુ સેવન કરો. આયરનની કમીને દૂર કરો. 
 
વરિયાળીનુ પાણી પીવો -  પ્રસવ પછી પાચન સાથે સંકળાયેલ વધી જાય છે. તેથી આવા સમયમાં વરિયાળીનુ પાણી પીવુ ખૂબ લાભકારી રહેશે. 
 
ગુંદરના લાડુ ખાવ - ગુંદરના લાડુમાં મગની દાળ અને સોયાબીનનો લોટ અને ડ્રાઈફ્રુટ્સ હોય છે જે માના શરીરને પ્રોટીન અને અન્ય પોષક તત્વ આપે છે. 
 
મેથીનો શીરો ખાવ - મેથીનો શીરો ખાવો જોઈએ. આ સ્તનપાન માટે ખૂબ લાભકારી હોય છે. તેનાથી દૂધમાં વધારો થય છે.  તેને બનાવવા માટે મેથીને કુકરમાં ઉકાળી લો અને એક પેનમાં બાફેલી મેથી,  1 કપ ગોળ અને નારિયળનુ દૂધ નાખો અને સારી રીતે સેકો અને તેમા એક કપ ઘી નાખો અને સરી રીતે મિક્સ કરી લો. શીરો તૈયાર છે .