શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: મંગળવાર, 3 ફેબ્રુઆરી 2015 (15:20 IST)

ચાઈલ્ડ કેર - આટલી વાતોનુ ધ્યાન રાખશો તો તમારુ બાળક જીદ્દી નહી બને

'છોટા પરિવાર સુખી પરિવાર'   આ વાત ભલે આજના સંદર્ભમાં ફિટ બેસે પણ એકલા બાળકની ખુદની અનેક સમસ્યાઓ પણ છે. જોવા જઈએ તો સૌથી વધુ પરેશાની આવા બાળકોનો ઉછેર કરવામાં તેમની માતાને થાય છે. આવી માતાઓ ખૂબ તણાવમાં રહે છે. જો તે કામકાજી છે તો તેની સમસ્યા વધુ ગંભીર બની જાય છે. 
 
વાતો કરો... 
 
બાળક એકલુ હોય્. તો સૌ પહેલા માંએ એ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે તેનુ વ્હાલસોયુ બાળક અંતર્મુખી ન બને. તેથી જ્યારે બાળક બોલવા લાગે ત્યારથી જ તેની સાથે ખૂબ વાતો કરો. તેના દરેક સવાલનો જવાબ આપો. કારણ કે નાના બાળકો દરેક વાતમાં કેમ.. કેવી રીતે. શુ થશે અને અનેકવાર તુલનાત્મક સવાલ પણ કરે છે. 
 
એ પણ ધ્યાન રાખો કે બાળક જ્યા સુધી સંતુષ્ટ નહી થાય.. તે તમને પરેશાન કરશે. તેથી તમે તમારા બાળકોને યોગ્ય અને તર્કસહિત જવાબ આપો. 
 
તેની સાથે તેના સ્કુલની વાતો કરો. તેના મિત્રો વિશે પૂછો. સાથે જ તમારી પણ કેટલીક વાતો તેને જણાવો. બાળકોને સકારાત્મક વાતો તરફ પ્રેરિત કરો. તેનાથી આગળ જઈને બાળકો તમને તમારી વાતો શેર પણ કરી શકશે અને તેને એકલતાનો અનુભવ પણ નહી થાય અને તે તમને વારેઘડીએ પરેશાન પણ નહી કરે. 
 
જીદ્દી ન બનવા દો 
 
સામાન્ય રીતે માતાઓ પરેશાનીથી બચવા માટે કે ખુદને બાળકો સાથે માથા પચ્ચી ન કરવી પડે કે પછી ઘર કે ઓફિસના કામમાં કોઈ દખલગીરી ન થાય એ માટે બાળકોની દરેક માંગ પુરી કરી નાખે છે. પણ થોડા સમય પછી કોઈપણ વસ્તુ માટે જીદ કરવી બાળકોની આદત બની જાય છે.  
 
આવી મુશ્કેલીથી બચવા માટે માતાઓએ બાળક જે માંગી રહ્યુ છે તે તેને માટે યોગ્ય છે કે નહી આ વાતથી બાળકને સમજાવો એ પણ તર્ક સાથે. ઘર ઓફિસના કામ તમારી પ્રાથમિકતા છે પણ તમારા બાળક અને તેનાથી સંબંધિત વાત કે કામ એ તમારી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. 
 
સમય રહેતા જો બાળકોને સાચા ખોટાનો અહેસાસ ન કરાવ્યો તો આ બાળક આગળ જઈને પોતાની માંગ પુરી કરવા માટે ખુદ પણ ખોટા રસ્તે જઈ શકે છે કે પછી તમને પણ બ્લેકમેલ કરી શકે છે. 
 
સકારાત્મક કાર્ય કરાવો.. 
 
બાળકો ચંચલ હોય છે એકલા હોય ત્યારે તેમનુ મગજ ખોટા કાર્યોમાં કે નકારાત્મક વાતોમાં ગુંચવાશે. જે માતા માટે પરેશાની બની શકે છે. આવામાં બાળકોને ક્યારેય પણ એકલા ન છોડો. 
 
શાળા પછી તેને કોઈ એક્ટ્વિટી સાથે જોડો.  તેમાથી બાળકો કંઈક શીખશે પણ. બાળકોને નાના-નાના કામોમાં પણ વ્યસ્ત કરી શકો છો. તેનાથી બાળકમાં કામ કરવાની પણ આદત જાગશે.  જે આગળ જઈને તેના હિતમાં જ રહેશે. 
 
પણ તમારા બાળક્ને એ જ કામમાં લગાવો જેમા તેમને રસ હોય. નહી તો બાળકો તમારે માટે મોટી મુસીબત ઉભી કરી શકે છે. જો બાળકની માતા ધૈર્ય અને ચાતુર્યથી કામ લે તો તે બાળકોની મુશ્કેલીથી બચી શકે છે ઉપરાંત બાળકોનો ઉછેર પણ યોગ્ય રીતે થશે.