ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By

ચાઈલ્ડ કેર : આયોડિનની ઉણપ બાળકના વિકાસમાં અવરોધ

બાળકોમાં આયોડિનની ઉપણ ન સર્જાય એ બહુ જરૂરી છે કારણ કે બાલ્યાવસ્થામાં આયોડિનની ઉણપથી બાળકનો માનસિક અને શારીરિક વિકાસ નથી થઇ શકતો. આયોડિનની ઉણપથી બાળક 'ક્રેટિન' કે 'મંદબુદ્ધિ' રહી શકે છે અને તે યોગ્ય રીતે હરીફરી શકતું પણ નથી. આ સમસ્યા ટાળવા માટે તમે યોગ્ય આયોડિનયુક્ત મીઠું વાપરી શકો છો.

આયોડિનયુક્ત મીઠું ઉપરથી સામાન્ય મીઠા જેવું જ દેખાય છે પણ તેમાં આયોડિન મિક્સ કરવામાં આવે છે. માતાના શરીરમાં આયોડિનની સામાન્ય ઉણપ પણ બાળક પર ખરાબ અસર પાડે છે. ક્યારેક ક્યારેક તો આ સમસ્યાની ત્યાંસુધી જાણ નથી થઇ શકતી જ્યાંસુધી બાળક શાળાએ જવા લાયક ન થઇ જાય.

ક્રેટિનિઝ્મ(cretinism-શારીરિક વિકૃતિવાળી બુદ્ધિહીન વ્યક્તિત્વ) : ક્રેટિનિઝ્મનો કોઇ ઇલાજ નથી. આ સ્થિતિમાં બાળક બહેરુ, ગુંગુ રહી શકે છે અથવા તો તેની ઊંચાઈનો વિકાસ ન થવાથી તે મોટી ઉંમરે પણ ઠીંગણું જ રહી જાય છે. આગળ જણાવ્યું તેમ ક્રેટિનિઝ્મનો કોઇ ઇલાજ તો નથી પણ તેને સરળતાથી રોકી ચોક્કસ શકાય છે. દરરોજ આયોડિનયુક્ત મીઠાના પ્રયોગથી બાળકને આ સમસ્યાનો ભોગ બનતું રોકી શકાય છે.

આયોડિનનું મહત્વ :

- આપણી થાયરોઇડ ગ્રંથિ સારી રીતે કામ કરે તે માટે આયોડિન બહુ જરૂરી છે અને બાળકોના મગજના વિકાસમાં પણ આયોડિનની ભૂમિકા મહત્વની હોય છે.

- શરીરના યોગ્ય વિકાસ માટે આયોડિન લેવું જરૂરી છે અને તે શરીરનું વજન પણ નિયંત્રિત રાખે છે.

આયોડિનયુક્ત આહાર : અનાજ, શાકભાજી, દૂધ વગેરેમાંથી આયોડિન મળી શકે છે. કેટલાંક સમુદ્રી જીવોમાં પણ પૂરતી માત્રામાં આયોડિન હોય છે.