ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : ગુરુવાર, 10 માર્ચ 2016 (15:50 IST)

પરીક્ષાના દિવસોમાં આ Food તમારા બાળકોને રાખશે Active

પરીક્ષાઓની શરૂઆત થઈ ચુકી છે. આ સમયમાં બાળકો પાસેથી વધુ કડક મહેનત ઘર-પરિવારના લોકોને કરાવવી પડે છે.  સવારે ઉઠવાથી લઈને સૂતા  સુધી માતાને પોતાના બાળકોના પરીક્ષાની ચિંતા તો રહે છે સાથે જ તે ઈચ્છે છે કે આ દિવસોમાં તે પોતાના બાળકોને એવુ ભોજન આપે જેનાથી તે એક્ટિવ રહે ઉપરાંત તેમને એનર્જી પણ મળે પણ ટેંશનને કારણે તેમને કશુ સુઝતુ નથી. પણ માતાની આ ચિતા દૂર કરવામાં અમે તમારો સાથ આપી રહ્યા છીએ.  આ ટિપ્સને વાંચીને તમે તમારા બાળકોને એક્ટિવ રાખી શકો છો. અમે બતાવી રહ્યા છે આવા જ ફુડ્સ વિશે જેને પરીક્ષા સમયે બાળકોના ખોરાકમાં શામેલ કરવા જોઈએ. 
 
1. દહી - ઋતુ બદલવાને કારણે ઠંડુ દહી મગજને તાજગી આપે છે.  તેમા એમીનો એસિડ જોવા મળે છે જેનાથી મેમોરી પાવર વધે છે. દહીમાં શાકભાજી અને ફળ મિક્સ કરીને આપી શકો છો. 

2. અખરોટ અને બદામ - અખરોટ અને બદામ બ્રેન અને નર્વસ સિસ્ટમ માટે ખૂબ સારા છે. તે ઓમેગા 3 અને ઓમેગા 6 ફૈટી એસિડ્સ, વિટામિન બી 6 અને વિટામીન ઈના ખૂબ સારા સ્ત્રોત છે. 

3. ટામેટા - ભલે બાળકો ટામેટા ખાવા પસંદ ન કરે છતા પણ તમે તેમને સલાદના રૂપમાં આપો. ટામેટામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન સી જોવા મળે છે. એસિડીટીની ફરિયાદ થતા ટામેટાનુ પ્રમાણ વધારવાથી આ ફરિયાદ દૂર થાય છે. 

4. ઈંડા - રોજ ઈંડા ખાવા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. કારણ કે ઈંડામાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ જેવા પોષક તત્વ હોય છે. 

5. નારિયળ પાણી - નારિયળ પાણી પીતા રહેવાથી શરીરમાં પાણીની ઉણપ રહેતી નથી. હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ નારિયળ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. કોલેસ્ટ્રોલ અને ફૈટ-ફ્રી હોવાને કારણે આ દિલ માટે ખૂબ સારુ હોય છે. 
 
 

6. કેળા - કેળામાં મેગ્નેશિયમ હોય છે. તેથી વધુ અભ્યાસ કર્યા પછી પણ થાક લાગતો નથી. 
 
7. ગ્રીન ટી - ગ્રીન ટીમાં વધુ પ્રમાણમાં પોષક તત્વો જોવા મળે છે જે આપણા ઈમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે. જેનાથી આપણુ શરીર વિવિધ પ્રકારના રોગો સામે લડવા માટે મજબૂત થઈ જાય છે.