બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2017 (13:04 IST)

પેરેંટિંગ ટિપ્સ - સિઝેરિયન ડીલીવરીથી બચવુ છે તો અપનાવો આ ટિપ્સ

પ્રેગનેસીનો સમય અહી એકબાજુ ખુશીઓથી ભરેલો એહસાસ આપે છે તો બીજી બાજુ આ દરમિયાન આવનારી સમસ્યાઓથી દરેક સમયે પ્રેગનેંટ સ્ત્રીનું મન અંદર જ અંદર ગભરાટ પણ અનુભવે છે. દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેની નોર્મલ ડિલીવરી થાય અને આ વાત સાચી છે.   કારણ કે સિજેરિયન ડિલીવરીમાં સ્ત્રીને પાછળથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશુ જેને અપનાવીને તમે ડિલીવરી નોર્મલ કરી શકો છો. 
 
 
1. રોજ ફરવા જાવ - ગર્ભવતિ સ્ત્રીઓ માટે આરામ જરૂરી છે પણ તેનો અર્થ તમારા કામથી દૂર ન ભાગવુ જોઈએ. કોશિશ કરો કે તમે ઓફિસ અને ઘરના કામ નોર્મલ રીતે જ કરો.  પગપાળા ચાલવુ અને વોક કરવી તમારા માટે સારુ રહેશે. રોજ થોડી વાર ચાલવાની ટેવ પાડો. 
 
 
2. તમારા આરોગ્યનુ ધ્યાન રાખો - બાળકને જન્મ આપતી વખતે તમને ખૂબ પીડા સહન કરવી પડતી હોય છે અને આ સહેલુ નથી હોતુ.  જો તમે કમજોર છો અને તમારામાં લોહીની કમી છે તો તમારે માટે ખૂબ મુશ્કેલ હશે. તેથી તમારા સ્વાસ્થ્યનુ પુરેપુરુ ધ્યાન રાખો જેથી તમને એ સમયે ઓછામાં ઓછી તકલીફ પડે. 
 
3. આયરન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં લો - નોર્મલ ડિલીવરીમાં તમારા શરીરમાં બે થી ચાર સો એમ.એલ બ્લડ જાય છે. તેથી તાકત અને પોષણ માટે ખાવામાં વધુ પોષક તત્વ ખાવ. પ્રેગનેંસીમાં આયરન અને કેલ્શિયમની ખૂબ જરૂર હોય છે. તેથી જેટલુ પણ બની શકે તમારા ખોરાકમાં તેનો સમાવેશ જરૂર કરો. 
 
4. વધુ પાણી પીવો - તમારા ગર્ભાશયમાં શિશુ એક તરલ પદાર્થથી ભરેલી થેલી એમનિયોટિક ફ્લયૂડમાં રહે છે. જેનાથી બાળકને ઉર્જા મળે છે.  તેથી તમારે માટે રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવુ ખૂબ જરૂરી છે.  તેનાથી તમારા શરીરમાં પાણીની કમી નહી રહે. 
 
5. એક્સરસાઈઝ અને યોગા - જો તમે પ્રેગનેટ થતા પહેલા જ રોજ એક્સસસાઈઝ કરતા આવ્યા છો તો નોર્મલ ડિલીવરી થવાના ચાંસ વધી જાય છે.  ગર્ભાવસ્થા દરમિયાન તમે કોઈ ફિટનેસ એક્સપર્ટની સલાહ લઈને જ સીમિત માત્રામાં યોગા વગેરે કરો.  તેનાથી તમે ફિટ રહેશો અને ડિલીવરી નોર્મલ થશે.