બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2016 (14:17 IST)

ચાઈલ્ડ કેર - સારી તૈયારી કરવા છતા પરિક્ષામાં ઓછા નંબર આવે છે ? તો આટલુ જરૂર કરો

બાળકો જ્યારે પણ અભ્યાસ કરવા બેસે છે તો તેમની સાથે અનેક સમસ્યાઓ જોડાય જાય છે. જેના કારણે તેમનુ અભ્યાસમાં મન લાગતુ નથી અને તેઓ પેરેંટ્સની જ નહી માતા પિતાનો પણ ઠપકાર સહન કરે છે. આ કારણો વિશે વિચારીએ તો તેમની સમસ્યાઓને સમજવી સરળ થઈ જશે અને તેઓ અભ્યાસમાં પણ પોતાનુ ધ્યાન લગાવી શકશે. 
 
બાળકોની પ્રોબ્લેમ્સ 
 
અનેક વાર તેમને કેટલાક વિષયો મુશ્કેલ લાગે છે. અનેકવાર એકાગ્રતાની કમી કે તણાવને કારણે તેઓ વાંચેલુ પણ ભૂલી જાય છે. જેનાથી તેમનુ મન અભ્યાસમાં લાગતુ નથી. આવુ તો મોટાભાગના બાળકો સાથે થાય છે કે તેઓ સારી તૈયારી કરવા છતા પરીક્ષામાં ઓછા નંબર લાવે છે. બાળકોને તમે થોડી ટિપ્સ આપીને પરીક્ષા માટે સારી રીતે તૈયાર કરી શકો છો જેથી તેમને ભણેલુ બધુ યાદ રહેવા માંડે. 
 
 

વચ્ચે વચ્ચે બ્રેક - બાળકોને અભ્યાસ વચ્ચે 40 થી 50 મિનિટનો બ્રેક જરૂર લેવા દો.  આ બ્રેકમાં તમે તેમને સ્ટ્રૈચિંગ.. યોગા કે ફરવાથી લઈને રેસ્ટ કરવાનુ કહી શકો છો. બ્રેકનો અર્થ એ નથી કે તેઓ બીજી વાતો કર્વા બેસી જાય.  કોઈપણ પરિસ્થિતિમાં તેમને અભ્યાસના વાતાવરણમાંથી બહાર ન આવવા દો. આ બ્રેક 5 મિનિટથી વધુનો ન હોવો જોઈએ. 
નોટ્સ બનાવો - બાળકોને કહો કે અભ્યાસ કરતીએ વખતે જે પણ પોઈંટ તેમને મહત્વપુર્ણ લાગે તેની તેઓ નોટ્સ બનાવે અથવા તો હાઈલાઈટરથી તેને હાઈલાઈટ કરે. આ માટે તેઓ વિવિધ કલર્સનો પ્રયોગ કરી શકે છે. તેના ચિત્ર કે ચાર્ટ્સ પણ બનાવી શકે છે. આપણુ મગજ મુશ્કેલ વાતોને સમજી નથી શકતુ. તેથી મુશ્કેલ જવાબોને પહેલા સરળ કરવા પડશે. આ માટે તમે તેમની મદદ કરો અથવા બાળકો પોતાના શિક્ષકની મદદ લે. આ વાતનુ ધ્યાન રાખો કે આપણુ મગજ રંગીન વસ્તુઓને.. મોટી મોટી વાસ્તુઓને . દૈનિક જીવનથી અલગ મનોરંજક વસ્તુઓને કે આપણા જીવન સાથે જોડાયેલ વસ્તુઓને વધુ સારી રીતે યાદ રાખી શકે છે. તેથી બાળકોને અભ્યાસ કરાવતી વખતે આ તકનીકનો ઉપયોગ કરો. 
રિવીઝન મહત્વપુર્ણ - જેટલી વાર સુધી તેઓ અભ્યાસ કરે તેના 10 ટકા ભાગ થોડા સમય પછી રિવીઝન માટે આપો. કારણ કે રિવીઝન અત્યંત મહત્વપુર્ણ છે. જો સવારે 60 મિનિટ અભ્યાસ કર્યો છે તો સાંજે 10 મિનિટ રિવીઝન જરૂર કરો. રિવીઝનમાં મહત્વપુર્ણ પોઈંટ્સ બીજી વાર વાંચી શકાય છે. કેટલાક પ્રશ્નોને હલ કરીને કેટલુ યાદ છે તે જોઈ શકાય છે. આ રીતે રિવીઝન મેમોરીમં સ્ટૈબિલિટી લાવે છે. 
ટેસ્ટ લો - જ્યારે બાળકોને અભ્યાસ કરવાનુ મન ન હોય તો તેમને લખવાનો અભ્યાસ કરાવો. નોટ્સ બનાવડાવો. રિવીઝન કરાવો. ચાર્ટ્સ બનાવડાવો. અને તેમનો ટેસ્ટ લો. જેનાથી તેઓ અભ્યાસમાં આપમેળે જ વ્યસ્ત થઈ જશે. જે ટોપિક તેમને મુશ્કેલ લાગે છે તે તેમને ખુદ વાંચીને સંભળાવો. આનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે.