બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (17:03 IST)

Exam Time : બાળકોને ખવડાવો આ 15 ફૂડ, તેમનુ મગજ દોડવા માંડશે

વર્તમાન દિવસોમાં સ્ટુડેંટ્સ અભ્યાસમાં વ્યસ્ત છે અને પરીક્ષા (એક્ઝામ)ની તૈયારી કરી રહ્યા છે. બાળકોના બ્રેન પાવર પર હેલ્ધી ડાયેટની પણ પોઝીટિવ ઈફેક્ટ પડે છે.   તેથી એક્ઝામના સમયે બાળકોના ખાનપાનનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. અમદાવાદની સીનિયર ડાયેટિશિયન લિઝા એમ. શાહ બતાવી રહી છે આવા 15 ફુડ વિશે જેને એક્ઝામ સમયે બાળકોને જરૂર ખવડાવવા જોઈએ 
 
સફરજન - તેમા હોય છે ક્વર્સેટિન 
ખાશો તો શુ થશે - બ્રેન પાવર વધશે 
 
પાલક - તેમા હોય છે મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન્સ 
ખાશો તો શુ થશે ? - મગજની તાકત વધશે 
 
દાડમ - તેમા હોય છે પૉલીફેનોલ્સ, આયરન, કેલ્શિયમ 
ખાશો તો શુ થશે - બ્રેન પાવર વધશે, સ્ટ્રેસ ઓછો થશે 
 
કેળા - તેમા હોય છે મેગ્નેશિયમ પોટેશિયમ, આયરન 
ખાશો તો શુ થશે - મગજ ઝડપી ચાલશે, અભ્યાસમાં ફોક્સ વધશે 
 
ડાર્ક ચોકલેટ - તેમા હોય છે ફ્લેવોનૉઈડ્સ, કેલ્શિયમ, વિટામિન B6 
ખાશો તો શુ થશે - બ્રેનની એક્ટિવનેસ વધશે 
 
બદામ - તેમા હોય છે વિટામિન E, આયરન, કાર્બોહાઈડ્રેટ્સ 
ખાશો તો શુ થશે ? - કૉન્ફિડેંસ વધશે 
 
ઓટ્સ - તેમા હોય છે કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન B6, આયરન 
ખાશો તો શુ થશે - બ્રેનની એક્ટિવનેસ વધે છે. આ એનર્જી લેવલને કાયમ રાખે છે. 
 
ઈંડા - તેમા હોય છે કોલીન, પ્રોટીન વિટામિન B6 
ખાશો તો શુ થશે - ડિપ્રેશન દૂર થશે, મગજની તાકત વધશે 
 
હોલ ગ્રેન - તેમા હોય છે ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન 
ખાશો તો શુ થશે -  આ બ્રેનની શાર્પનેસ વધારવામાં મદદ કરે છે 
 
તજ - તેમા હોય છે સિનેમેલ્ડિહાઈડ, પ્રોટીન, ફાઈબર 
ખાશો તો શુ થશે - યાદગીરી તેજ થશે 
 
હળદર - તેમા હોય છે કરક્યૂમિન, પોટેશિયમ, સેલેનિયમ 
ખાશો તો શુ થશે - બ્રેન સેલ્સની સંખ્યા વધશે, ડિપ્રેશન દૂર થશે 
 
લસણ - તેમા હોય છે એલિસિન, સેલેનિયમ વિટામિન C 
ખાશો તો શુ થશે - અભ્યાસમાં ફોકસ વધશે, મોડા સુધી વાંચ્યા પછી પણ થાક નહી લાગે. 
 
ચિકન - મેગ્નેશિયમ, વિટામિન K, રાઈબોફ્લેવિન 
ખાશો તો શુ થશે - મગજ તેજ થાય છે. મેમોરી શાર્પ રાખવામાં મદદ કરે છે. 
 
ફિશ - તેમા હોય છે ઓમેગા 3 ફેટી એસિડ્સ, પ્રોટીન, કેલ્શિયમ 
ખાશો તો શુ થશે - બ્રેન પાવર વધશે, એક્ઝામ ફોબિયા દૂર થશે 
 
દૂધ - તેમા હોય છે કોલીન, વિટામિન D, કેલ્શિયમ 
પીશો તો શુ થશે - બ્રેન પાવર વધશે, એનર્જીનુ  લેવલ કાયમ રહેશે.