બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: સોમવાર, 5 મે 2014 (16:21 IST)

ચાઈલ્ડ કેર - બાળકોને ફળ શાકભાજી ખવડાવવાનો ફાર્મુલા

દરરોજ દિવસમાં ઓછામાં ઓછા પાંચ વાર ફળ અને શાકભાજી ખાવી હેલ્થ માટે સારું ગણાય છે. કારણ કે એમાં કેલોરી ઓછી હોય છે. પરંતુ વિટામિન ખનિજ અને આરોગ્યપ્રદ પદાર્થ વધારે હોય છે. લીલા શાકભાજીથી મળતા પોષણ હાઇબ્લ્ડ પ્રેશર દિલની બીમારી અને સ્ટોર્કથી બચાવ કરે છે. 
 
કેટલી માત્રામાં ખાવું- દિવસભરમાં 7 વાર શાકભાજી અને ફળ ખાવા મુશ્કેલ લાગે છે. કેટલાક બાળકો પોતાના કામમાં વ્યસ્ત હોવાના કારણે બપોરનુ ભોજન નહી લેતા. વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ દરરોજ 400 ગ્રામ શાકભાજી અને 250 ગ્રામ ફળ ખાવા જોઈએ. શાકભાજી ફળોથી સારા છે કારણ કે એમાં ખાંડની માત્રા ઓછી હોય છે. 
 
બાળકોની મુશ્કેલી - 4 થી6 વર્ષના  બાળકોને ઓછામા ઓછા 200 ગ્રામ શાકભાજી અને 200 ગ્રામ ફળ ખાવા જોઈએ. પરંતુ માતા-પિતા જાણે છે. કે આ કેટલૂં અઘરું છે. યૂરોપ સંગઠન ના 6 દેશોમાં રજૂ કરવામાં આવેલ એક  પ્રોજેક્ટમાં જણાવ્યું કે શાકભાજીમાં ઉર્જા ઓછી હોય છે. બાળકોને એવો ખોરાક જોઈએ જે તેમને ઉર્જા આપે. કારણ કે બાળકોના ઉછેરમાં ઉર્જાની જરૂર હોય છે. 
 
જર્મન બાળકોના ભોજનમાં મીઠું અને બાકીના સ્વાદ ના બરાબર હોય છે. બાળકોને મોટાભાગે બજારમાં મળતા બેબી ફૂડ પ્રોડક્ટ ખવડાવવામાં આવે છે. જેમાં મીઠું હોતુ નથી અને ફળવાળા પ્રોડક્ટમાં સાધારણ ગળ્યો સ્વાદ હોય છે.  વિશેષજ્ઞોના મતે 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને શાકભાજી ખવડાવવાના ફોર્મૂલાનું નામ છે 'ધીરજ'. 
 
પહલી કે બીજી કોશિશમાં બાળકો પસંદ ના કરે છતા તેમને ખવડાવતા રહેવું જોઈએ. 2 વર્ષ થી 18 વર્ષ ના બાળકોમાં ધીરજ બહુ જ ઓછી હોય છે. કારણ કે આ સમય દરમિયાન તેમની પસંદ બદલતી રહે છે. માતા-પિતાએ પ્રયત્ન કરવો જોઈએ કે ઘરમાં બનાવેલી શાકભાજી હંમેશા જુદા જુદા સ્વાદની હોય જેથી બાળકો બોર ના થાય.