શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By

ચાઈલ્ડ કેર : સ્ટડી ટેબલ એવુ સજાવો કે બાળકોનું ભણવામાં ધ્યાન લાગે

ઘરમાં બાળકનો રૂમ સજાવી દેવો જ પૂરતું નથી હોતું, તેની સાથે તેના સ્ટડી ટેબલ અને બુક શેલ્ફનું પણ ધ્યાન રાખવું જોઇએ. આજકાલ ડિઝાઇનર સ્ટડી ટેબલનું ચલણ ઘણું છે. પણ તમારી પાસે જૂનું ટેબલ છે અને તે સારી હાલતમાં છે તો તેને તમે એ રીતે સજાવી શકો છો જેથી તે સ્ટાઇલિશ અને સુંદર લાગે. આવો જાણીએ, સ્ટડી ટેબલને કઇ રીતે સજાવી શકાય...

આ રીતે સજાવો -

1. ટેબલ લેમ્પ - ટેબલ લેમ્પ અને દીવાલ લાઇટ બહુ સમજદારી સાથે પસંદ કરવી જોઇએ. તમે કોઇ પ્રકારનો લેમ્પ જે જોવામાં પાતળો અને સ્ટાઇલિશ હોય તે પસંદ કરી શકો છો. ધ્યાન રહે કે જે કોઇ લેમ્પ પસંદ કરો તે તીવ્ર રોશની ફેંકતો હોય અને ભણતી વખતે આંખો પર જોર ન નાંખવું પડે. આ સિવાય એવો લેમ્પ પસંદ કરો જે તમારા રૂમથી થીમ સાથે મેચ થતો હોય.

2. સુંદર પેન સ્ટેન્ડ - જો બાળક નાનું છે તો તેના ટેબલ પર ગ્લાસ, લાકડી, પ્લાસ્ટિક કે મેટલમાંથી બનાવેલું પેન સ્ટેન્ડ મૂકો. આ સિવાય તમારું કંઇક ક્રિએટિવ કરવાનું મન હોય તો જાતજાતના રંગબેરંગી પેપર્સના પ્રયોગથી પેન સ્ટેન્ડ બનાવી શકો છો.

3. બુક રેક - એક સારા સ્ટડી ટેબલમાં બુક રેક હોવું જરૂરી છે, જેનાથી પુસ્તકો આમતેમ વિખરાઇ ન જાય. બુક રેક એવું હોવું જોઇએ જેમાં મોટી જગ્યા હોય અને જરૂરી પુસ્તકો વગર કોઇ મુશ્કેલીથી હાથમાં આવી જાય. બુક રેક રૂમની સજાવટ સાથે મળતું જ લો.

4. સજાવટ માટે સ્ટીકર્સનો પ્રયોગ - જો સ્ટડી ચેબલને પ્રભાવશાળી બનાવવું હોય તો આ પ્રકાર સૌથી સરળ રહેશે. તમે ઇચ્છો તો તમારી પસંદના સ્ટીકર્સ બજારમાંથી ખરીદી શકો છો કે પછી જાતે ઘરે પણ બનાવી શકો છો. આ સ્ટીકર ટેબલ પર કે પછી ટેબલની સામેની દીવાલ પર લગાવી શકો છો.