મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

જરૂરી છે પડકારોનો પાઠ શીખવવો

N.D
બાળક જ્યારે બોલવાનુ શીખ છે અને પોતાના માતા-પિતા પાસે કોઈપણ વસ્તુની માંગણી કરે છે તો તેઓ ખૂબ જ ખુશીથી બાળકોની દરેક જરૂરિયાત પૂરી કરે છે. તેઓ ક્યારેય પણ આના દૂરગામી પરિણામો વિશે નથી વિચારતા. દરેક ઈચ્છા પૂરી થવાથી બાળક સમજે છે કે માતા-પિતા તેની દરેક ઈચ્છા પૂરી કરવામાં સક્ષમ છે. આવા સમયે ક્યારેક જો માતા-પિતા કોઈ ઈચ્છા પૂરી ન કરી શકે તો એ ઉશ્કેરાય જાય છે.

આ માટે જરૂર છે કે બાળકોને શરૂઆતથી જ ના સાંભળવાની આદત પણ પાડવામાં આવે. આવી જ રીતે ઘણીવાર બાળકો સાથે રમતા-રમતા માતા-પિતા જાણીજોઈને હારી જાય છે. પરિણામ એ આવે છે કે બાળક જ્યારે પોતાના મિત્રો સાથે રમે છે તો હારી જતી વખતે ગુસ્સે થઈ જાય છે અને વચમાં જ રમત છોડીને જતો રહે છે. બાળકને હારતા અને પોતાની અસફળતાઓને સહજતાથી સ્વીકાર કરવનુ પણ શીખવાડવુ જોઈએ. જે બાળકોને શરૂઆતથી જ આવી વાતો નથી શીખવાડવામાં આવતી એ મોટા થયા પછી નાની-નાની અસફળતાઓને પણ સહી શકતા નથી

આ જરૂરી છે કે બાળકને નાની વયમાં જ મોટા પડકારો સ્વીકારવા પણ શીખવાડવામાં આવે. ઉદાહરણ તરીકે જ્યારે બાળક ચાલતા શીખે છે તો તેને .લડખડાઈને પડતા પહેલા જ માં તેને ઉઠાવવા દોડી પડે છે અને જો બાળક પડી જાય તો બદલામાં જમીનને મારે છે. આવુ કરવુ યોગ્ય નથી. આવુ કરવાથી બાળકમાં દરેક વાતનો બદલો લેવાની ઈચ્છા જાગૃત થાય છે.

બાળકોને વધુ પડતુ સંરક્ષણ આપવાથી એ મોટા થયા પછી આત્મવિશ્વાસની ભાવના વિકસિત નથી કરી શકતો. બાળકોને આટલુ વધુ સંરક્ષણ ન આપવુ જોઈએ કે એ મોટા થયા પછી પોતાની જાતે કોઈ નિર્ણય નથી લઈ શકતા. જો તમારા બાળકની આસપાસ કોઈ નકારાત્મક પરિસ્થિતિ હોય જેને બદલવી શક્ય ન હોય તો એને ગભરાયા બાળક એ પરિસ્થિતિનો સામનો કરતા શીખવાડો. યાદ રાખો કે જીવનનો દરેક દિવસ એક નવી પરિક્ષાને લઈને આવે છે, અને જ્યા સુધી વ્યક્તિ પોતાના દમ પર એ પરીક્ષાનો સામનો નથી કરતો, એ સફળતા નથી મેળવી શકતો.