શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: સોમવાર, 7 જુલાઈ 2014 (17:36 IST)

મનગમતું બાળક જોઈતુ હોય તો આટલી વાતો ધ્યાનમાં રાખો

મનગમતું બાળક જોઈતુ હોય તો આટલી વાતો ધ્યાનમાં રાખો

લગ્ન પછી દરેક  દંપતિને બાળકોની ઇચ્છા હોય છે. જો તમે પણ એવું વિચારતા હોય તો જાણો કે કેવી રીતે  મનભાવન સંતાન મેળવી શકીએ છીએ. 
 
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે  બાળકને જેવા સંસ્કાર આપીએ તે એવું જ વર્તન કરે છે. પરંતુ માત્ર સંસ્કાર કામ નથી કરતા. બાળકના આંતરિક ગુણધર્મો હોવા જોઈએ જેના અનુસાર બાળકની કેળવળી કરી તેને યોગ્ય બનાવવા માટે મદદરૂપ રહે છે.  
 
એટલે માબાપે પહેલાં જ ખાતરી કરી લેવી જોઈએ કે કેવી સંતાન જોઈએ. કારણ કે ગર્ભાધાન સમયે જ નક્કી કરી લો કે કેવુ  બાળક  જોઈએ . 
 
સમાગમ સમયે જ સ્ત્રી પુરૂષની મનની ભાવના 
 
મૂળ તત્વો,સારાવલી અને નારદ પુરાણોમાં જણાવ્યું છે કે ગર્ભાધાન સમયે માબાપનો જેવો  મૂડ હોય છે તે જ પ્રમાણે સંતાન હોય છે. 
 
સારાવલી મુજબ 'મિથુનસ્ય મનોભાવો તાડ્ડ મદ લાલસં ભવતિ . શ્ર્લેષ્માદિભિ સ્વદોષેસ્તતુલ્ય ગુણો નિષિક્ત સ્તાત .. એટલે સમાગમ સમયે સ્ત્રી પુરૂષની મનની ભાવ જેવો હોય છે તેવી સંતાન મળે છે. 
 
ગર્ભાધાન પહેલા આ વાતોનું ધ્યાન રાખવું 
 
શાસ્ત્રો અનુસાર,સ્ત્રી પુરૂષને જ્યારે સંતાનની ઈચ્છા હોય તો  ઓછામાં ઓછા 10 થી 15 દિવસ સુધી બ્રહ્મચાર્યનું પાલન કરવુ.  મનમાં સાત્વિક ભાવ રાખવો. પરનિંદા ,ગુસ્સો,વાસી  ભોજન ટાળો .આ દિવસોમાં તંદુરસ્ત અને સદાચારી મન રાખો અને , ભગવાનનું ધ્યાન કરવું.  
 
કારણ કે તમારી ભાવના જેવી જ તમારા  બાળકની ભાવના રહેશે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સંભોગ સમયે સ્ત્રી પુરૂષને શરદી ,કફ ,વાત અને પિત્ત જેની વૃદ્ધી થાય છે એની અસર પણ બાળક પર થાય છે.  તેથી,સંભોગ સમયે  જેવું બાળક તમને જોઈએ તેવું મનમાં ,ધ્યાન રાખવુ જરૂરી છે. 
 
ગર્ભાધાન સમયે આ વસ્તુઓ ટાળો 
 
શાસ્ત્રોના મતે યોગ્ય સંતાન જોઈએ તો ત્રૃતુકાલની ચાર રાતે અને અગિયારમી અને તેરમી રાત્રે સંભોગ ન કરવો જોઈએ. દિવસ દરમિયાન સંભોગ યોગ્ય નથી. 
 
આ સિવાય સાંજના સમયે, અમાસના દિવસે, કૃષ્ણ ચતુર્દશી,સંક્રાતિ , માતા / પિતાની મૃત્યુ તારીખ, ગ્રહણ, વ્યતીપાત યોગ, દશેરા, દિવાળી અને ગંડમૂળ નક્ષત્રોમાં ગર્ભાધાન કરવુ ન જોઈએ.