બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2016 (14:59 IST)

વાળ કેવા રાખશો - જુદી જુદી હેયર સ્ટાઈલ

યુવાનોની માફક ફેશનેબલ બનેલાં બાળકો પેરેન્ટ્સ માટે ક્યારેક માથાનો દુખાવો બનતાં હોય છે. યુવાનો માટે ફેશનની અનેક વસ્તુઓ માર્કેટમાં મળી રહે, પરંતુ જ્યારે બાળકોની વાત આવે ત્યારે લિમિટેડ ચોઈસમાંથી પસંદગી કરવાની રહે છે. જોકે બાળકો માટે જ્યારે હેરસ્ટાઈલ પસંદ કરવાની આવે ત્યારે મૂંઝવણ અનુભવતા પેરેન્ટ્સ માટે ટિપ્સ આપતા ન્યૂ રોકસ્ટાર સલૂનના રિતેશ ગર્ચર જણાવે છે કે, “ઉનાળામાં બાળકોને ગરમીથી બચાવવા હાલ નાનાં ગર્લ્સ અને બોયઝમાં એકદમ શોર્ટ હેરસ્ટાઈલ ઈન છે. શોર્ટ હેરસ્ટાઈલ મેનેજ કરવી પડતી નથી અને પેરેન્ટ્સને રાહત રહે છે.”

બોયઝ માટે હેરસ્ટાઈલ - 

મોહક હેરસ્ટાઈલઃ બોયઝમાં હાલ સૌથી વધુ ઈન ગણાતી આ હેરસ્ટાઈલમાં સાઈડમાં અને બેકમાં એકદમ શોર્ટ હેર હોય છે જ્યારે આગળના ભાગે ક્રાઉન સેક્શન હોય છે. આ ક્રાઉન સેક્શનને જેલ અથવા વેક્સથી સ્ટાઈલ આપી શકાય છે.

લેટર સ્ટાઈલઃ બોયઝમાં લેટર સ્ટાઈલ પણ ઈન છે. આ હેરસ્ટાઈલમાં સાઈડ અને બેકમાં અત્યંત ઓછા વાળ રાખીને આગળના ભાગે વૉલ્યૂમ વધારે રખાય છે. સાઈડમાં જોકે સિમ્પલ ટચ આપવાને બદલે બેથી ત્રણ લાઈનની ડિઝાઈન કરવામાં આવે છે. માથાના પાછળના ભાગે બાળકના નામનો ફર્સ્ટ લેટર વાળના કેપિટલમાં બનાવાય છે.

ગર્લ્સ માટે હેરસ્ટાઈલ - 

સ્ટ્રેટ બ્લન્ટઃ નાની બાળકીઓની નવા હેરસ્ટાઇલ લુક વિશે વાત કરીએ તો પાછળના ભાગે સ્ટ્રેટ બ્લન્ટ નેક સુધીના રખાય છે અને આગળથી નોઝ કે આઈબ્રો સુધી વાળને લાંબા રાખવામાં આવે છે. જેથી આગળથી ગ્રોથ લાગે છે જ્યારે પાછળથી શોર્ટ દેખાય છે.

વેજ બ્લન્ટઃ આ સ્ટાઈલમાં બેકમાં વાળને શોર્ટ કરીને પોઈન્ટેડ બનાવાય છે. આગળ અને સાઈડના ભાગે વૉલ્યૂમ રખાય છે. બેક કોમ્બિંગથી વાળને પાછળની તરફ લઈ જવાથી વૉલ્યૂમ વધુ લાગે છે.

બાળકોના વાળની સંભાળ માટે આટલું કરો

* બાળકોના વાળ ધોવા માટે હંમેશાં માઈલ્ડ શેમ્પૂ જ વાપરો.* જો વાળમાં બહુ ગૂંચ પડતી હોય કે વાળ મેનેજેબલ ન રહેતા હોય તો દસ દિવસે એક વાર કન્ડિશનર લગાવો અને વાળ પર હોટ ટૉવેલ બાંધી દો. બાદમાં વાળને રિન્સ કરી દો. તેનાથી બાળકના વાળ વધુ મેનેજેબલ અને સિલ્કી બનશે. જોકે આ પ્રયોગ ૧૨ વર્ષથી વધુ ઉંમરનાં બાળકો પર જ કરવો.