શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated : શુક્રવાર, 17 મે 2019 (17:22 IST)

આ ચાર ટીમ જીતી શકે છે વર્લ્ડ કપ - એબી ડિવિલિયર્સેએ ખિતાબની દાવેદાર ટીમોનુ નામ બતાવ્યુ

આઈસીસી વિશ્વકપ 2019માં હવે વધુ સમય બચ્યો નથી. બધી ટીમો તૈયારીઓમાં ખૂબ સમયથી લાગી છે. આ દરમિયાન સૌથી મોટો સવાલ એછ એક આ વખતે વર્લ્ડ ચેમ્પિયન કોણ બનશે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કપ્તાન એબી ડિવિલિયર્સેએ ખિતાબની દાવેદાર ટીમોનુ નામ બતાવ્યુ છે. એબી ડિવિલિયર્સ મુજબ ચાર એવી ટીમ છે જે આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ચારમાં દક્ષિણ આફ્રિકાના નામનો સમાવેશ નથી. 
 
એક વેબસાઈટને આપેલ ઈંટરવ્યુમાં એબીડીએ કહ્યુ, દક્ષિણ આફ્રિકાની ટીમ આ દોડમાં સામેલ છે. પણ જો હુ ઈમાનદારીથી કહુ તો વિશ્વકપ જીતવાની દાવેદાર ટીમમાં સામેલ નથી. એબીડી મુજબ ભારત, ઈગ્લેંડ, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા એ ચાર ટીમ છે જે આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે. તેમણે કહ્યુ, 'ભારત અને ઈગ્લેંડની ટીમો મજબૂત જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયા પહેલા પાંચ વિશ્વ કપ ખિતાબ જીતી ચુકી છે અને પાકિસ્તાન બે વર્ષ પહેલા જ ઈગ્લેંડમાં રમાયેલ ચેમ્પિયંસ ટ્રોફી જીતી હતી. આ ચારેય ટીમ મને ખિતાબની પ્રબળ દાવેદાર લાગી રહી છે. 
 
દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ શ્રીલંકા વિરુદ્ધ પાંચ મેચોની વનડે શ્રેણીમાં 4-0થી આગળ ચાલી રહી છે. એબી ડિવિલિયર્સ ઈંડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેંજર્સ બેંગલોરની તરફથી રમતમાં જોવા મળશે. એબીડીએ ગયા વર્ષે ઈંટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ.