શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 જૂન 2015 (15:59 IST)

ભારત vs ઝિમ્બાબવે - સૌને આરામ.. અજિંક્ય રહાણે બન્યા કપ્તાન

ઝિમ્બાબવે પ્રવાસ માટે રાષ્ટ્રીય પસંદગીકર્તાઓએ મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી સહિત અનેક મોટા ખેલાડીઓને આરામ આપ્યો છે. આ પ્રવાસ પર અજિંક્ય રહાણેને કપ્તાન બનાવાયા છે. 
 
અજિંક્ય રહાણે ઝિમ્બાબવે પ્રવાસ માટે 15 સભ્યની ભારતીય ટીમના કપ્તાન હશે. પસંદગીકારોએ મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા અને આર. અશ્વિઅન જેવા ટીમના વરિષ્ઠ ખેલાડીઓ સાથે જ શિખર ધવન અને ઉમેશ યાદવને પણ આરામ આપ્યો છે.   બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમમાં રવિન્દ્ર જડેજાનો પણ સમાવેશ હતો તેમણે પણ ટીમમાં સ્થાન આપ્યુ નથી. 
 
બીજી બાજુ બાંગ્લાદેશ પ્રવાસ પર ટેસ્ટમાં કમબેક કરી ચુકેલ હરભજન સિંહની ઝિમ્બાબવે પ્રવાસ સાથે જ વનડે ટીમમાં પણ કમબેક થયુ છે. જ્યારે કે રોબિન ઉથપ્પા અપ્ણ ઝિમ્બાબ્વે પ્રવાસમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યા છે. 
 
ધોની અને ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલી સાથે જ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પણ આરામ આપવાની શક્યતા પહેલાથી જ બતાવાય રહી હતી. 
 
અનેક નવા ચેહરાનો પણ ટીમમાં સમાવેશ 
 
આ પ્રવાસ સાથે જ સંદીપ શર્મા ટીમમાં પહેલીવાર લેવામાં આવ્યા છે. તેમને ઘરેલુ સીઝનમાં શાનદાર પ્રદર્શને કારણે ટીમમાં સ્થાન મળ્યુ છે. 
 
રાયડુ, ઉથપ્પા, પાંડે અને કેદાર જાધવનો ટીમમાં સમાવેશ 
 
બીજી બાજુ સીઝનમાં સૌથી વધુ રન બનાવનારા કેએલ રાહુલને ટીમમાં સ્થાન નથી મળ્યુ જ્યારે કે બીજા નંબર પર રહેલ રોબોન ઉથપ્પાને પસંદકારોએ સામેલ કર્યો છે. ઉથપ્પાનો પ્લસ પોઈંટ તેમના વિકેટકીપર બેટ્સમેન હોવાનો છે. ઉથપ્પા ઉપરાંત ટીમમાં કેદાર જાધવને બીજા વિકેટ કીપર તરીકે લેવામાં આવ્યો છે. 
 
ઝિમ્બાબવે પ્રવાસ માટે ભારતીય ટીમ આ રીતે છે. 
 
અજિંક્ય રહાણે (કપ્તાન), મુરલી વિજય, અંબાતી રાયડુ, કેદાર જાધવ, મનોજ તિવારી, ઉથપ્પા, મનીષ પાંડે, હરભજન સિંહ, અક્ષર પટેલ, કર્ણ શર્મા, ધવલ કુલકર્ણી, સ્ટુઅર્ટ બિન્ની, ભુવનેશ્વર કુમાર, મોહિત શર્મા અને સંદીપ શર્મા.