શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :બર્મિગહામઃ , સોમવાર, 5 જૂન 2017 (00:16 IST)

ચેમ્પિયન્સ ટ્રોફીની ચોથી મેચમાં ભારતે પાકિસ્તાનને 124 રને હરાવ્યું, સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ

ચેમ્પિયન્સ ટ્રોફીની ચોથી મેચમાં ભારતે પાકિસ્તાનને 124 રને પરાજય આપ્યો હતો.સરફરાઝ અહેમદ 15 રન બનાવી આઉટ થયો હતો. અઝહર અલી 50 રને આઉટ થયો હતો. મોહમ્મદ હાફીઝ 24 રને રમતમાં છે. શોએબ મલિક 15 રને રન આઉટ થયો હતો. અહેમદ શહેજાદ 12 રને આઉટ થયો હતો. બાબર આઝમ 8 રને આઉટ થયો હતો.  મેચમાં વરસાદને કારણે પાકિસ્તાનને 41 ઓવરમાં ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 289 રનનો પડકાર મળ્યો છે.

 
ભારતે પાકિસ્તાનને જીત માટે 324 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  ભારતે 48 ઓવરમાં 3 વિકેટે 319 રન બનાવ્યા હતા.  વરસાદના કારણે ડકવર્થ લૂઈસ પ્રમાણે પાકને 324 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. વિરાટ કોહલી 81 રન નોટ આઉટ રહ્યો હતો.  હાર્દિક પાંડ્યાએ માત્ર 6 બોલમાં 20 રન ફટાકાર્યા  હતા.  યુવારાજે 53 રન બનાવ્યા હતા.  રોહિત શર્મા 91 રને રન આઉટ થયો હતો.  શિખર ધવન 68 રન પર આઉટ થયો હતો.  વિરાટ કોહલી 28 રને રમતમાં છે. અગાઉ પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
 
ભારતે પોતાની બંન્ને વોર્મઅપ મેચમાં વિજય મેળવ્યો હતો. પાકિસ્તાન વિરુદ્ધ પણ ભારતને વિજયની દાવેદાર માનવામાં આવી રહી છે. પરંતુ ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનનું પલડુ ભારે રહ્યું છે. બંન્ને ટીમો વચ્ચે ચેમ્પિયન ટ્રોફીમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઇ છે. જેમાં બે મેચમાં પાકિસ્તાનનો અને એક મેચમાં ભારતનો વિજય થયો છે. પાકિસ્તાને 2004 અને 2009માં જીત મેળવી હતી જ્યારે ભારતે 2013માં પાકિસ્તાનને આઠ વિકેટે પરાજય આપ્યો હતો.