ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 23 નવેમ્બર 2015 (10:54 IST)

પુત્રી જીવા સાથે ધોનીનો ફોટો વાયરલ

ટીમ ઈંડિયાના વનડે કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની આજકાલ પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે અને ખાલી સમયનો પુરો આનંદ લઈ રહ્યા છે. 
પુત્રી જીવા સાથે ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે જેને ખૂબ લાઈક્સ મળી રહ્યા છે. આ તસ્વીર ધોનીની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર શેયર કરી છે. ધોની અને તેમની પુત્રીનો ફોટો ઘણા સમય પછી સોશિયલ મીડિયા પર જોવા મળ્યો છે. 
 
ધોનીની પત્ની સાક્ષી ટ્વિટર અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ સક્રિય રહે છે અને આ પહેલા પણ તેણે ધોની સાથે સંબંધિત ફોટો શેર કરી છે. સાક્ષીએ પુત્રી અને ધોનીની ફોટો શેયર કરતા લખ્યુ, "પોઝર્સ ડૈડી એંડ જીવા". 
 
આઈપીએલ-8 દરમિયાન પણ ધોની અને જીવાની અનેક ફોટો સામે આવી હતી. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટ્વેંટી-20 અને વનડે શ્રેણી પતી ગયા થયા પછી ધોની હાલ ક્રિકેટમાં વ્યસ્ત નથી.