બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 મે 2015 (14:47 IST)

રૉયલ ચૈલેંજર્સને ખૂબ ભારે પડી રહ્યા છે એ 10.5 કરોડ રૂપિયા

અમે વાત કરી રહ્યા છે બેંગલૂરના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકની. આમ તો બેંગલોરની ટીમ મોટાભાગના અવસર પર પોતાના ટોચના ત્રણ બેટ્સમેનો (ક્રિસ ગેલ, વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સ)ના દમ પર જ જીત પાક્કી કરી લે છે પણ જ્યારે ક્યારેય જવાબદારી મિડિલ ઓર્ડર પર આવી ત્યારે કાર્તિકે નિરાશ જ કર્યા. બુઘવારે પંજાબ વિરુદ્ધ 10-10 ઓવરની મેચ રમાઈ. પંજાબે 107 રનોનુ લક્ષ્ય આપ્યુ. જવાબમાં બેંગલોરે પોતાના ત્રણ શરૂઆતના બેટ્સમેનોને સસ્તામાં ગુમાવ્યા. આ તક હતી કાર્તિકને પોતાનુ હુનર બતાવવાની પણ તે 2 રન બનાવીને બેદરકારીથી કેચ આઉટ થઈ ગયા. પરિણામ સ્વરૂપ બેંગલૂરુને 22 રનથી મેચ ગુમાવવી પડી. 
 
આ છે આ સીઝનમાં કાર્તિકના હેરાન કરનારા આંકડા 
 
આઈપીએલ 2015ના બીજા સૌથી મોંઘા ખેલાડી કાર્તિક અત્યાર સુધી સમગ્ર સીઝનમાં 12 મેચ રમી ચુક્યા છે. પણ એકવાર પણ તેઓ 30નો સ્કોર પણ પાર કરી શક્યા નથી. એટલુ જ નહી પાંચ દાવમાં 10 કે તેનાથી ઓછા રન જ બનાવ્યા. અત્યાર સુધી સીઝનના 12 મેચોમાં તેમણે 12.87ની સરેરાશથી ફક્ત 103 રન બનાવ્યા છે. જે દરમિયાન તેઓ હાફ સેંચુરીની નિકટ પણ ન પહોંચ્યા. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 27 રન જ રહ્યો છે.