શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 21 જુલાઈ 2015 (17:27 IST)

ટી 20 વર્લ્ડ કપ 2016 - ભારતના 8 શહેરોમાં રમાશે મેચ, ઈડન ગાર્ડનમાં ફાઈનલ રમાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે આઈસીસી વર્લ્ડ કપ ટી 20 2016 માટે મેદાનોનુ એલાન કરી દીધુ. મેચ ભારતના આઠ શહેરો બેગલુરૂ, ચેન્નઈ ધર્મશાલા  મોહાલી મુંબઈ નાગપુર અને નવી દિલ્હીના મેદાનોમાં રમાશે. કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ફાઈનલ રમાશે. આ ઈવેંટ 11 માર્ચથી 3 એપ્રિલ સુધી રમાશે.   ઉલ્લેખનીય છે કે 2011માં આ મેદાન પર કંસ્ટ્રક્શનને કારણે કામ પુરૂ થયુ ન હોવાને કારણે મેચ નહી રમાઈ શકાઈ નહોતી. હવે આ મેદાન પૂર્ણ રીતે તૈયાર છે. 
 
વર્લ્ડ કપના આયોજન માટે બનશે મેનેજિંગ કમિટી 
 
બીસીસીઆઈએ ટી-20 વર્લ્ડ કપ 2016ના આયોજન માટે એક મેનેજીંગ કમિટી પણ બનાવી દીધી છે. કમિટીના ચેયરમેન બીસીસીઆઈ અધ્યક્ષ જગમોહન ડાલમિયા રહેશે. જ્યારે કે બોર્ડ સચિવ અનુરાગ ઠાકુર કનવીનર રહેશે. કમિટીના અન્ય સભ્ય અમિતાભ ઠાકુર અનિરુદ્ધ ચૌધરી જી ગંગા રાજૂ રાજીવ શુક્લા આશીષ શેલાર અને આશીર્વાદ બહેરા છે. 
 
કંઈ સીટીમાં કયુ મેદાન 
 
- બેંગલુરૂ - એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ 
- ચેન્નઈ - એમએ ચિદંબરમ સ્ટેડિયમ 
- નવી દિલ્હી - ફિરોજશાહ કોટલા 
- ધર્મશાલા - એચપીસીએ સ્ટેડિયમ 
- મુંબઈ -વાનખેડે સ્ટેડિયમ 
- કલકત્તા - ઈડન ગાર્ડન 
- નાગપુર - વીસીએ સ્ટેડિયમ 
-મોહાલી - પીસીએ સ્ટેડિયમ