શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 24 એપ્રિલ 2015 (14:30 IST)

ક્રિકેટના ભગવાન સચિનને હેપી બર્થડે

પૂર્વ ક્રિકેટ ખેલાડી સચિન તેંદુલકરનો આજે જન્મદિવસ છે. જેમને તેમના પ્રશંસક ગૉડ ઑફ ક્રિકેટ પણ કહે છે. સોશિયલ મીડિયા પર અડધી રાતથી જ તેમને જન્મદિવસની શુભેચ્છા આપવી શરૂ થઈ ગઈ હતી. 

ક્રિકેટ ખેલાડી યુવરાજ સિંહે અડધી રાત્રે ટ્વીટ કર્યુ છે, "ક્રિકેટના ભગવાનને જન્મદિવસની શુભકામના.. પૈરી પૈન્ના પાજી. સાથે જે એક તસ્વીર પણ ટ્વીટ કરી છે જેમા એવુ લાગી રહ્યુ છે કે માનો યુવરાજ સચિનના પગે પડી રહ્યો છે." 
 
બીજી બાજુ સુરેશ રૈનાએ ટ્વીટમાં લખ્યુ છે, "પાજી હેપી બર્થડે. તમે દેશ માટે જે પણ કર્યુ છે તેનો ઉત્સવ ઉજવવાનો આ દિવસ છે. ઘણો બધો પ્રેમ અને શુભકામનાઓ.." 
 
સાંસદ શશિ થરુરે સચિનને જન્મદિવસની શુભેચ્છા આપતા કહ્યુ છે - સચિન એટલે ઉત્કૃષ્ટતા, વિનમ્રતાનો મેળાપ. 
 
ગૌતમ સૌરવ સિંહે @gauti12031 હૈંડલથી લખ્યુ છે - ક્રિકેટની જે મને લત લાગી છે તે માટે સચિન જવાબદાર છે મારા બાળપણની અનેક યાદો તેમની સાથે જોડાયેલી છે. 
બીજી બાજુ મૈડીએ @madhukaranand85 હૈડલથી ટ્વીટ કર્યુ છે -15 વર્ષ થઈ ગયા છે પણ ભગવાને શારજહામાં જે રમત રમી હતી તે આજે પણ દિલને ગદ્દગદ્દ કરી જાય છે. 
 
વિશ્વાતોશ સિન્હા @biswatosh એ લખ્યુ છે - ક્રિકેટને બે યુગોમાં વહેંચી શકાય છે. - સચિનના પહેલા અને સચિનના પછી. 
 
મોહને ‏@MohanAgain22  હૈંડલ પરથી આંકડાઓ દ્વારા પોતાની શુભકામનાઓ આપી છે. તેઓ લખે છે કે 42 વર્ષોમાં 15330 દિવસ. સચિને વનડે અને ટેસ્ટમાં 34357 રન બનાવ્યા. સમજો કે જીંદગીના દરેક દિવસે બે રન બનાવ્યા છે.