મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બારબાડોસ. , શનિવાર, 27 જૂન 2015 (16:30 IST)

વધી જશે વનડેનો રોમાંચ, ICCએ કર્યા નિયમોમાં ફેરફાર

વનડે ક્રિકેટના રોમાંચને અને  વધારવા માટે આઈસીસીએ વનડે ક્રિકેટના નિયમોમાં અનેક મુખ્ય ફેરફાર કર્યા છે. હવે પહેઅલની જેમ વનડેમાં પાવરપ્લે નહી રહે. આઈસીસીએ આ કદમ બોલ અને બેટ વચ્ચે સંતુલન બેસાડવા માટે કર્યો છે. 
 
નવા નિયમ બધી વનડે મેચોમાં 5 જુલાઈથી લાગૂ થઈ જશે.  બારબાડોસમાં આઈસીસીના વાર્ષિક સંમેલન દરમિયાન પાવરપ્લેને બેટિંગ પરથી હટાવવાની સાથે બોલરોને રાહત આપતા ફિલ્ડિંગમાં પણ મુખ્ય ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠ્ળ શરૂઆતના 10 ઓવરમાં 30 ગજના ઘેરેમાં ફિલ્ડરને લગાવાતી રોક હવે ખતમ કરવામાં આવી છે. આ ઉપરાંત 10 ઓવર પછી ઘેરાની બહાર પાંચ ફિલ્ડરોને લગાવવાની અનુમતિ આપવામાં આવી છે.  જ્યારે કે પહેલા ચાર ફિલ્ડર લગાવવાની અનુમતિ હતી. 
 
આ ઉપરાંત એક વધુ મોટો ફેરફાર કરતા આઈસીસીએ એ પણ નક્કી કર્યુ છે કે હવે બોલરોએ બધા પ્રકારના નો બોલ પછી બેટ્સમેનોને ફ્રી હિટ આપવામાં આવશે.  આઈસીસી બેટની સાઈઝ અને તેના વજન વિશે પણ વિચાર કરી રહી છે.  આ સાથે જ બોલના આકારમાં પણ કેટલાક ફેરફાર કરી શકાય છે. જેનાથી બોલરોને પણ થોડો ફાયદો મળી શકે. 
 
આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને કહ્યુ કે આઈસીસી વિશ્વ કપની સફળતા પછી વનડેના રોમાંચને વધુ વધારવા માટે અમે આ પ્રારૂપની સમીક્ષા કરી. જો કે તેમા વધુ ફેરફારની જરૂર નથી. આ રમતનું સૌથી લોકપ્રિય પ્રારૂપ છે. તેથી તેને સૌની સમજમાં આવે તેવો બનાવવો જોઈએ. આ ઉપરાંત આ ફેરફાર બોલ અને બેટની વચ્ચે સંતુલન બેસાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.