ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2016 (16:14 IST)

આર. અશ્વિન બન્યા ICC ક્રિકેટર ઑફ ધ ઈયર

ભારતીય ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના ખાતામાં સતત સફળતાઓ નોંધાતી જઈ રહી છે. તાજેતરમાં જ આઈસીસી ટેસ્ટ બોલર રૈકિંગમાં ટોચ રૈકિંગ મેળવનારા આર. અશ્વિનને હવે આઈસીસી ક્રિકેટર ઓફ ધ ઈયર જાહેર કરવામાં આવ્યા છે. આ માટે તેમણે સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.  એટલુ જ નહી ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરવા માટે આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ઈયર પણ જાહેર કરવામાં આવ્યા છે. 
 
ઈંટરનેશનલ ક્રિકેટ કાંઉસિલ(આઈસીસી)એ ગુરૂવારે આ જાહેરાત કરી. અશ્વિને આ વર્ષે આઠ ટેસ્ટ મેચોમાં 15.39ની જોરદાર સરેરાશથી કુલ 48 વિકેટ લીધી છે. તાજેતરમાં જ સંપન્ન ભારત-ઈગ્લેંડની ટેસ્ટ શ્રેણીમાં અશ્વિને કુલ 28 વિકેટ ઝડપી છે. આ શ્રેણીમાં ભારતે 4-0થી વિજય મેળવ્યો હતો. આઈસીસી ટેસ્ટની ઓલરાઉંડર્સની યાદીમાં પણ અશ્વિને ટોચનુ સ્થાન મેળવવામાં સફળતા મેળવી હતી. 
 
અશ્વિન સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફી જીતનારા ત્રીજા ભારતેય બની ગયા છે.  આ અગાઉ 2004માં રાહુલ દ્રવિડ અને વર્ષ 2010માં સચિન તેન્દુલકરને આ ટ્રોફી મળી ચુકી છે.  પાકિસ્તાનન મિસ્બાહ ઉલ હકને આઈસીસી સ્પિટિટ ઓફ ક્રિકેટ એવોર્ડ, મરાઈસ ઈરાસમસને આઈસીસી અમ્પાયર ઓફ ધ ઈયર, ક્વિંટન ડી કૉક ને વન ડે ક્રિકેટર ઓફ ધ ઈયર અને બાગ્લાદેશના મુસ્તફાજુર રહેમાનને આઈસીસી ઈમર્જિંગ ક્રિકેટર ઓફ ધ ઈયર જાહેર કરવામાં આવ્યા છે.