શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 8 ઑક્ટોબર 2015 (10:56 IST)

IND vs SA: સન્માન બચાવવા ઉતરશે ટીમ ઈંડિયા

ભારતીય ટીમ યોગ્ય સંયોજન શોધીને આજે ત્રીજી અને છેલ્લી ટી20 ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે જીતીને પોતાનુ સન્માન સાચવવાનો પ્રયત્ન કરશે.  જેથી વનડે શ્રેણી પહેલા ગુમાવેલુ મનોબળ મેળવીને પ્રતિષ્ઠા બચાવી શકે. કટકમાં બીજી મેચમાં છ વિકેટથી જીત નોંધાવીને દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 2-0થી વિજયી બઢત બનાવી લીધી. આ મેચમાં મેજબાન ટીમ 92 રન પર આઉટ થઈ ગઈ જે તેનો બીજો ન્યૂનતમ સ્કોર છે. 
 
ભારતે પ્રથમ બે મેચમાં જે રીતે ટીમ પસંદ કરી હતી તેને લઈ ધોનીની પણ ટીકા થઈ રહી છે ત્યારે અંતિમ મેચમાં ભારતીય ટીમમાં બદલાવ થાય તેવી શક્યતા છે. બે મેચમાં ખાતુ પણ ન ખોલાવી શકનાર ધોનીના ખાસ ગણાતા અંબાતી રાયડુના સ્થાને અજિંક્ય રહાણેને તક અપાય તેવી શક્યતા છે. આ ઉપરાંત ઇડન ગાર્ડન્સની પીચ સ્પિનરો માટે ઘણી અનૂકૂળ હોય છે પરંતુ ધોની અક્ષર પટેલ અને હરભજનના સ્થાને અમિત મિશ્રાને તક આપે છે કે નહીં તે જોવું રહ્યું. ત્રીજી ટી-૨૦ મેચ ભલે ઔપચારિક હોય પરંતુ ભારત માટે આ મેચ ઘણી મહત્ત્વપૂર્ણ છે. ટી-૨૦ સિરીઝ બાદ પાંચ વન-ડે મેચની સિરીઝ શરૂ થઈ રહી છે ત્યારે અંતિમ મેચમાં જીત મેળવી ભારત વન-ડે સિરીઝ પહેલાં ટીમનો આત્મવિશ્વાસ વધી જશે.