શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :એન્ટીગા: , સોમવાર, 25 જુલાઈ 2016 (09:45 IST)

Ind. vs WI - ભારતે વેસ્ટઈન્ડિઝને પહેલા ટેસ્ટ મેચમાં 92 રનથી હરાવ્યું

મહોમ્મદ શામી અને ઉમેશ યાદવે ચાર-ચાર વિકેટ ઝડપતાં ભારતે અહીં પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને ફોલોઓન આપ્યું હતું. ત્રીજા દિવસના રમતના અંતે  વેસ્ટ ઇન્ડિઝે બીજી ઇનિંગમાં એક વિકેટના નુકશાન પર 21 રન બનાવ્યા હતા જ્યારે તે હજુ પણ ભારતથી 302 રન પાછળ છે. આ અગાઉ  ભારતના પ્રથમ ઇનિંગના 566 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રથમ ઇનિંગમાં 243 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પ્રથમ ઇનિંગના આધારે ભારતને 323 રનની લીડ મળી હતી. જે બાદ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝને ફોલોઓન આપ્યુ હતું. ચોથા દિવસે ભારતીય ટીમ જીત માટેની ઔપચારિકતા પૂર્ણ કરે તેવી શક્‍યતા છે.

એન્‍ટીગુઆમાં સર વિવિયન રિચડર્સ મેદાન ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્‍ટમાં ભારતે પ્રથમ દાવમાં આઠ વિકેટ 566 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જેના જવાબમાં વિન્‍ડીઝની ટીમ ત્રીજા દિવસે માત્ર 243 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. વિન્‍ડીઝ તરફથી ડાવરીચે સૌથી વધુ અણનમ 57 રન કર્યા હતા. બાકીના તમામ બેટ્‍સમેનો ફ્‌લોપ રહ્યા હતા. ખાસ કરીને વિન્‍ડીઝના ટોપ ઓર્ડરના બેટ્‍સમેનો ફ્‌લોપ રહ્યા હતા. ભારત તરફથી મોહમ્‍મદ સામી અને ઉમેશ યાદવે ચાર ચાર વિકેટો લીધી હતી. 243 રનમાં ઓલઆઉટ થઇ ગયા બાદ વિન્‍ડીઝને ફોલોઓનની ફરજ પડી હતી. ત્રીજા દિવસની રમત બંધ રહી ત્‍યારે વિન્‍ડીઝે તેના બીજા દાવમાં એક વિકેટ ગુમાવીને 21 રન કર્યા હતા. વિન્‍ડીઝ હજુ પણ 302 રન પાછળ છે અને તેની નવ વિકેટ હાથમાં છે. તે મેચને ડ્રોમાં ખેંચી શકે તેવી સ્‍થિતી પણ દેખાઇ રહી નથી.