ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 મે 2017 (15:27 IST)

ચેમ્પિયંસ ટ્રોફી માટે ભારતીય ટીમ જાહેર, આ ધમાકેદાર પ્લેયર્સની ટીમમાં એંટ્રી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સીનિયર પસંદગી સમિતિએ અહી પોતાની બેઠક પછી 15 સભ્યોની ટીમ અને 5 વૈકલ્પિક ખેલાડીઓની જાહેરાત કરી. ચેમ્પિયંસ ટ્રોફી એક જૂનથી ઈગ્લેંડમાં રમાશે.  જ્યા ભારત પોતાનો ખિતાબ બચાવવા ઉતરશે.  બીસીસીઆઈએ ગઈકાલે નિર્ણય કર્યો હતો કે ભારતીય ટીમ ચેમ્પિયંસ ટ્રોફીમાં ભાગ લેશે અને તેન 24 કલાક પછી વિરાટની કપ્તાનીમાં તેનુ એલાન કવામાં આવ્યુ. 
 
રોહિતનું કમબેક 
 
ફિટ થઈ ચુકેલા રોહિત શર્મા ઈગ્લેંડમાં આવતા મહિને રમાનારી ચેમ્પિયંસ ટ્રોફી માટે ભારતીય ટીમમાં પરત આવ્યા છે. જ્યારે કે પસંદકાઅરોએ 15 સભ્યોની ટીમમાં કોઈ નવાઈ પમાડનારા નામને પસંદ કર્યુ નથી.  ન્યુઝીલેંડ વિરુદ્ધ એકદિવસીય શ્રેણી દરમિયાન ઘાયલ થયેલ રોહિતને સલામી બેટ્સમેન લોકેશ રાહુલના સ્થાન પર ટીમમાં લેવામાં આવ્યા છે. 
 
જડેજા અને અશ્વિન પણ ટીમમાં સામેલ 
 
પસંદગીકારોએ ટીમમાં લેફ્ટ આર્મ સ્પિનર રવીન્દ્ર જડેજા અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ લેવામાં આવ્યા છે.  અશ્વિન ઘાયલ હોવાથી આઈપીએલ-10માંથી બહાર રહ્યા છે. 
 
ભારત આ સ્પર્ધામાં હાલનું ચેમ્પિયન છે. ભારતને ગ્રુપ-Bમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્રુપમાં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ગ્રુપ-Aની ચાર ટીમ છે જેમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત તેની પહેલી મેચ 4 જૂને રમશે, જે પાકિસ્તાન સામેની હશે. એ મેચ બર્મિંઘમમાં રમાશે, ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે આ મેચ શરૂ થશે.
 
 
અવી છે ચેમ્પિયંસ ટ્રોફી માટે ટીમ ઈંડિયા 
 
વિરાટ કોહલી, શિખર ધવન, રરોહિત શર્મા, અજિક્ય રહાણે, એમએસધોની, કેદાર જાધવ, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, રવિન્દ્ર જડેજા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ,ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મનીશ પાંડે.