ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 માર્ચ 2016 (23:39 IST)

IND vs BAN: ભારતનો રોમાંચક વિજય; બાંગ્લાદેશને મેચના છેલ્લા બોલે 1-રનથી હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધામાં અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે ગ્રુપ-2 મેચમાં બાંગ્લાદેશને મેચના છેલ્લા બોલમાં 1-રનથી હરાવ્યું છે.

ભારતે મૂકેલા 147 રનના ટાર્ગેટને ચેઝ કરવાના પ્રયાસમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 145 રન કરી શકી હતી.  આજની જીત સાથે ભારતે સ્પર્ધાની સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવવાની પોતાની આશાને જીવંત રાખી છે.

ટી-20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે ટીમ ઈંડિયાએ પહેલી બેટિંગ કરતાં 20 ઓવરમા 7 વિકેટ ગુમાવી 146 રન બનાવ્યા હતા. તે સાથે બાંગ્લાદેશને જીતવા માટે ટીમ ઈંડિયા તરફથી 147  રનનો લક્ષ્યાંક મળ્યો છે. બાંગ્લાદેશ તરફથી અલ અમીન હુસેન અને મુસ્તફિઝુર રહેમાને 2-2 વિકેટ ઝડપી હતી જ્યારે હોમ. શાકિબ અને મહમદુલ્લાહે 1-1 વિકેટ ઝડપી હતી.

રોહિત શર્મા મેચમાં આક્રમક બન્યા બાદ બાંગ્લાદેશના રહેમાને પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યારબાદ ધવન પણ 23 રને શકિબે એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. કોહલી પણ બાંગ્લાદેશ સામેની મેચમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો, અને 24 રને આઉટ થયો હતો. રૈના પણ ટી-20 વર્લ્ડકપમાં ફ્લોપ રહ્યો હતો. પરંતુ આજે બાંગ્લાદેશ સામે ફોર્મ મેળવતા 30 રન બનાવી કેચ આઉટ થયો હતો. રૈના બાદ હાર્દિક પંડ્યા પણ 15 રને પેવેલિયન ભેગો થયો હતો. યુવરાજ પણ 3 રન બનાવી આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા પણ 12 રને સ્ટંમ્પ આઉટ થયો હતો.