શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 19 માર્ચ 2016 (15:38 IST)

ICC વર્લ્ડ ટી-20 ભારત Vs પાકિસ્તાન - પિચ રિપોર્ટ, મોસમનો મિજાજ અને મેચની ભવિષ્યવાણી

ક્રિકેટના ઈતિહાસના બે સૌથી મોટા હરીફ ભારત અને પાકિસ્તાન આજે ઈડન ગાર્ડનમાં એક બીજાની સામે રહેશે. સુપર 10 સ્ટેજનો આ મુકાબલો બંને ટીમો માટે ખૂબ ખાસ છે. ભારતને જ્યા પહેલા મેચમાં હારનો સામનો કરવો પડ્યો તો બીજી બાજુ પાકિતાનની ટીમે પ્રથમ મેચમાં જીત મેળવી. 
 
ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ સાંજે રમાશે. આવામાં મેચ સાથે જોડાયેલ કેટલાક પહેલુઓ પર નજર નાખીએ. 
 
કલકત્તામાં મોસમની આ હાલત ફેંસની ચિંતાઓ વધારી શકે છે. સવારે મોસમ સારો હતો. થોડો તડકો હતો પણ ત્યારબાદ કલકત્તામાં થોડો વરસાદ જોવા મળ્યો. હાલ સૂરજ નીકળ્યો છે અને તાપ છે. મોસમની ભવિષ્યવાણી પર નજર નાખીએ તો વરસાદ જોવા મળી શકે છે. તેમા ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચ પર સંકટના વાદળ છવાયા છે. દુનિયાભરના ક્રિકેટના દિવાનાઓને આશા છેકે બંને ટીમો વચ્ચે પુર્ણ મેચ જોવા મળે. 
 
અત્યાર સુધી ટૂર્નામેંટની જેટલી પણ મેચ ઈડન ગાર્ડન પર રમાઈ ત બેટ્સમેનો માટે મદદગાર સાબિત થઈ. જો કે પિચ દ્વારા સ્પિનરોને પણ થોડી મદદ મળી છે. સાંજના સમયે પિચ થોડી ધીમી પડી શકે છે. જેનાથી સ્પિનર્સને ફાયદો થઈ શકે છે. 
 
ઈડન ગાર્ડનની ડ્રેનેજ સિસ્ટમ સારી નથી. વધુ વરસાદ પડ્યો તો મેચ ટાળી શકાય છે. ગયા વર્ષે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેદાન ભીનુ હોવાથી મેચ રમી શકાઈ નહોતી. 
 
મેચની ભવિષ્યવાણી 
 
કલકત્તામાં આજે વરસાદની ભવિષ્યવાણી છે. આવામાં બની શકે કે દર્શકોને નાનકડી મેચ જોવા મળે. આવી પરિસ્થિતિમાં ટીમ ઈંડિયા પાસે પાકિસ્તાન કરતા સારી તક છે. મેચમાં ટોસ જીતવુ પણ બંને ટીમો માટે મુખ્ય રહેશે. 
 
જો કે બાંગ્લાદેશના વિરુદ્ધ મળેલી જીત પછી પાકિસ્તાની ટીમના હોસલા ખૂબ બુલંદ છે. મેચને જીત જીતનેકા ફેવરેટ પાકિસ્તાન ટીમને નથી કહી શકાતી. ભારતની તાજેતરનુ ફોર્મ જતા મેચમાં ભારતના ચાંસ વધુ જોવા મળે છે.