ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :નાગપુર. , બુધવાર, 25 નવેમ્બર 2015 (10:47 IST)

ભારત Vs દક્ષિણ આફ્રિકા નાગપુર ટેસ્ટ - Live score

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જામથા સ્થિત વિદર્ભ ક્રિકેટ સંઘ (વીસીએ)મેદાન પર આજે શરૂ થયેલ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમે આ મેચ માટે બે ફેરફાર કર્યા છે. વરુણ એરૉનના સ્થાન પર રોહિત શર્માને તક મળી છે. જ્યારે કે અમિત મિશ્રાએ અંતિમ અગિયારમાં સ્ટુઅર્ટ બિન્નીનુ સ્થાન લીધુ છે. ભારત આ મેચમાં ત્રણ સ્પીનરો સાથે ઉતર્યુ છે. 
 
 
બીજી બાજુ દક્ષિણ આફ્રિકાએ પણ એક પરિવર્તન કર્યુ છે. કેલ એબાટના સ્થાન પર સાઈમન હાર્મરને રમાડવામાં આવી રહ્યો છે. ડેલ સ્ટેન ફિટ ન હોવાને કારણે આ મેચમાં પણ નથી રમી રહ્યો. ચાર મેચોની શ્રેણીમાં ભારત 1-0થી આગળ ચાલી રહ્યો છે. તેણે મોહાલમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ 108 રનોથી જીતી હતી. બેંગલુરોમાં રમાયેલ બીજી ટેસ્ટ વરસાદને કારણે ધોવાય ગઈ હતી. 
 
બંને ટીમો આ રીતે છે.. 
 
ભારત - શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સાહા, અમિત મિશ્રા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા અને રોહિત શર્મા. 
 
દક્ષિણ આફ્રિકા - ડીન એલ્ગર, સ્ટીયાન વાન જિલ, ફાફ દૂ પ્લેસિસ, હાશિમ અમલા, અબ્રાહમ ડિવિલિયર્સ, જ્યાં પૉલ ડ્યૂમિની, ડેન વિલાસ, સાઈમન હાર્મર, કાગીસી રાબાડા, મોર્ને મોકલ અને ઈમરાન તાહિર.