શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 26 નવેમ્બર 2015 (16:49 IST)

15 ડિસેમ્બરથી શ્રીલંકામાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ શ્રેણી રમાશે

પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે ભારત વિરુદ્ધ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી શ્રીલંકામાં રમવા માટે પીસીબીને મંજુરી આપી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ભારતેય ક્રિકેટ બોર્ડે શ્રેણીનો પ્રસ્તાવ મુક્યો છે અને પોતપોતાની સરકાર પાસે મંજુરી માટે સંપર્ક કર્યો છે. 
 
મંત્રાલયના અધિકારિક સૂત્રોએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી નવાઝ શરીફે માલ્ટા પ્રવાસ પર રવાના થતા પહેલા મંજુરી આપી દીધી છે. સૂત્રએ જણાવ્યુ, 'પ્રધાનમંત્રીએ પીસીબી અધ્યક્ષ શહરયાર ખાનને પત્રનો જવાબ આપી દીધો છે અને તેમણે કહ્યુ કે વર્તમન સુરક્ષા મંત્રાલય પરિસ્થિતિમાં પાકિસ્તાને શ્રીલંકામાં એક નાની શ્રેણી રમવી જોઈએ.' પ્રધાનમંત્રીએ કહ્યુ કે વિદેશી ટીમો પાકિસ્તાનમાં નથી આવી રહી અને ભારતમાં પાકિસ્તાનીઓની સુરક્ષાની સ્થિતિ સ્પષ્ટ નથી તેથી શ્રીલંકા સારો વિકલ્પ છે. 
 
પ્રધાનમંત્રી કાર્યાલયના નિવેદનના હવાલાથી કહ્યુ, 'વર્તમાન સુરક્ષા પરિસ્થિતિમાં પીસીબીએ ભારત સાથે નાની શ્રેણી ત્રીજા સ્થાન પર રમવી જોઈએ.' તેમા કહેવામાં આવ્યુ કે પ્રધાનમંત્રી કાર્યાલયે પીસેબીએને પત્ર મોકલીને શ્રેણી માટે મંજુરી આપી દીધી છે. આ સાથે જ તેમણે સુરક્ષા હાલત પર સાવધાની પૂર્વક નજર રાખવા માટે કહેવામાં આવ્યુ છે. 
 
બીસીસીઆઈને ભારત સરકાર તરફથી હજુ સુધી આ શ્રેણી માટે કોઈ જવાબ મળ્યો નથી. 
 
આ શ્રેણીમાં ત્રણ વનડે અને બે ટી20 રમવાનો પ્રસ્તાવ છે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ અ અ શ્રેણી 15 ડિસેમ્બરથી શરૂ થઈને જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી રમવાની છે. બંને દેશોએ 2007 પછી પરસ્પર ટેસ્ટ ક્રિકેટ રમી નથી. જોકે 2012-13માં પાકિસ્તાનની ટીમ વનડે શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરી ચુકી છે.