શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 મે 2015 (11:31 IST)

મેચ જીતીને પણ દર્શકોની નજરમાં હારી ગયા વિરાટ કોહલી

રોયલ ચેલેંજર્સ બેંગલોરના કપ્તાન વિરાટ કોહલી સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચ તો જીતી ગયા પણ શુક્રવારે રાત્રે આઈપીએલ ફ્રેંચાઈજી રૉયલ ચેલેંજર્સ બેંગલોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાયેલ મેચ દરમિયાન ફિલ્ડ અંપાયર કુમાર ધર્મસેના સાથે બાથે ભીડ્યા.  વરસાદને કારણે આ મેચ 20થી ઘટીને 11 ઓવરની કરવામાં આવી હતી. ગ્રાઉંડ ખૂબ ભીનુ હતુ. આવામાં બોલ હાથમાંથી લપસી રહી હતી. કોહલી ઈચ્છતા હતા કે અંપાયર મેચને રોકી દે પણ અંપાયરે આવુ ન કર્યુ. મેચ ખતમ થયા પછી કપ્તાન કોહલી અને દિનેશ કાર્તિકનો અંપાયર ધર્મસેના સાથે વાદવિવાદ થઈ ગયો. 
 
શુ હતો મામલો 
 
હૈદરાબાદની રમતની અંતિમ બે ઓવર દરમિયાન સાધારણ વરસાદ થવા લાગ્યો અને બોલને ગ્રિપ કરવામાં પ્રોબ્લેબ આવી રહી હતી. છેલ્લી ઓવરની ચોથી બોલ પર કોહલીએ એક શૉટને રોકવાનો પ્રયત્ન કર્યો પણ બોલ તેમના હાથમાંથી સરકી ગયો. કોહલીએ અંપાયર ધર્મસેના તરફ ઈશારો કરી કહ્યુ કે બોલ ભીનો છે. અને હાથમાંથી સરકી રહ્યો છે.પણ ધર્મસેનાએ છતા પણ રમત ન રોકી. બે બોલ પછી જેવો હૈદરાબાદનો દાવ પુરો થયો. કોહલી અને કાર્તિક ધર્મસેના પાસે જઈને વાદ વિવાદ કરવા લાગ્યા. વાત વધતી જોઈને બીજા ફિલ્ડ અંપાયર અનિલ ચૌઘરી પણ ત્યા પહોંચ્યા અને મામલો કોઈ રીતે શાંત કરાવ્યો. ત્યારબાદ પણ દિનેશ કાર્તિક સતત ચર્ચા કરતા મેદાનમાંથી બહાર થઈ ગયા. આ ઘટના પછી ધર્મસેના ખૂબ દુખી જોવા મળ્યા.  
ફેયર પ્લે  - આ સમગ્ર ઘટનાની અસર આઈપીએલ ફેયર પ્લેની લિસ્ટ પર પડી છે. રોયલ ચેલેંજર્સ બેંગલોર સાતમા નંબર પર આવી ગઈ છે. આ લિસ્ટમાં ચેન્નઈ સુપર કિંગ્સ પહેલા નંબર પર કાયમ છે.  
 
મેચ  -  ક્રિસ ગેલ અને વિરાટ કોહલીએ પોતાની તોફાની અને ચતુરાઈભરી બેટિંગનું સારુ ઉદાહરણ રજુ કરીને વરસાદથી પ્રભાવિત મેચમાં મોએજેસ હેનરિક્સના કરિશ્માઈ પ્રદર્શન પર પાણી ફેરવી દીધુ જેનાથી રોયલ ચેલેંજર્સ બેંગલુરૂઈ સનરાઈઝર્સ હૈદરાબાદને ડકવર્થ લુઈસ પદ્ધતિથી છ વિકેટથી હરાવીને આઈપીએલ આઠમાં પોતાની આશાઓને જીવંત રાખી. 

ટોસ જીત્યા પછી તરત જ વરસાદ પડવાને કારણે મેચ લગભગ બે કલાક 40 મિનિટ સુધી ન રમાઈ. ત્યારબાદ ઓવરોની સંખ્યા ઘટાડીને 11-11 કરવામાં આવી. સનરાઈઝર્સની રમતની છેલ્લી ઓવર દરમિયાન વરસાદ પડવા લાગ્યો. અંપાયરોએ આરસીબીના ખેલાડીઓની નારાજગી છતા રમત પુરી કરાવી. આરસીબીને છેલ્લી ઓવરમાં છ ઓવરમાં 81 રનનુ લક્ષ્ય મળ્યુ. 
 
ગેલે ફક્ત દસ બોઅલ પર ચાર ચોક્કા અને 3 છક્કાની મદદથી 35 રન બનાવીને આરસીબીને તોફાની શરૂઆત અપાવી. જ્યારે કે કપ્તાન વિરાટ કોહલીએ 19 બોલર પર અણનમ 44 રન બનાવ્યા. આરસીબીએ 5.5 ઓવરમાં ચાર વિકેટ પર 83 રન બનાવીને જીત નોંધાવી. 
 
આરસીબીની આ 13મી મેચમાં સાતમી જીત છે. જેનાથી તેના 15 અંક થઈ ગયા છે. સનરાઈઝર્સના 13 મેચમાં 14 અંક છે.