શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 25 જુલાઈ 2015 (17:02 IST)

IPL SPOT FIXING :પુરાવાના અભાવે શ્રીસંત સહિત બધા ક્રિકેટરો મુક્ત

દિલ્હીની એક કોર્ટે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં આરોપી ક્રિકેટર એસ. શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચૌવ્હાણને મુક્ત કરી દીધા છે.  કોર્ટે આનુ કારણ પુરાવાની કમી બતાવી છે. આ ત્રણેય ક્રિકેટર રાજસ્થાન રોયલ્સ ટીમના મેમ્બર હતા. જ્યારે આ સ્કૈંડલનો ખુલાસો થયો હતો. આ મામલામાં દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને પણ આરોપી બનાવાયા હતા. 
 
આ પહેલા ત્રણેય આરોપી ક્રિકેટરો પુરાવાના અભાવથી જામીન પર મુક્ત થઈ ગયા હતા. દિલ્હી પોલીસે આ મામલામાં 42 લોકોને આરોપી બનાવ્યા છે. જેમાથી 6 ફરાર છે. ઉલ્લેખનીય છે કે આ મામલામાં કોર્ટે પોલીસની તપાસ પર જ સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યુ હતુ કે પ્રથમદ્રષ્ટિએ કોઈ પુરાવા ન દેખાયા કે આરોપીઓએ મેચ ફિક્સ કરી છે. આરોપ સાબિત કરવાને લઈને થયેલ ચર્ચા દરમિયાન પોલીસે આરોપીઓના મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીમાં સામેલ હોવાના પોતાના દાવાને સાબિત કરવા માટે આરોપીઓની વચ્ચે ટેલીફોન પર વાતચીતનો સંદર્ભ આપ્યો હતો.