શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: કલકત્તા. , સોમવાર, 21 સપ્ટેમ્બર 2015 (10:25 IST)

બીસીસીઆઈ અધ્યક્ષ જગમોહન ડાલમિયાનું નિધન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ના અધ્યક્ષ અને જાણીતા ખેલ પ્રશાસક જગમોહન ડાલમિયાનુ રવિવારે રાત્રે દક્ષિણ કલકત્તાના એક ખાનગી હોસ્પિટલમાં હાર્ટ અટેકથી નિધન થઈ ગયુ. તેઓ 75 વર્ષના હતા. દિલમાં દુ:ખાવાની ફરિયાદ થતા તેમને ગુરૂવારે બીએમ બિડલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમની એંજિયોગ્રાફી પણ થઈ હતી. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યુ કે આંતરિક રક્તસ્ત્રાવ અને અંગોના કામ કરવુ બંધ કરી દેવાથી ડાલમિયાનુ નિધન થઈ ગયુ. 
 
બંગાળના ક્રિકેટ સંઘ (કૈબ)ના સૂત્રોએ જણાવ્યુ કે સાંજે છ વાગ્યે તેમની હાલત બગડી ગઈ અને તેમને ત્યારબાદ હાર્ટ એટેક આવ્યો. જયાર પછી તેઓ ઠીક ન થઈ શક્યા રાત્રે 9.15 વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા. ડાલમિયા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા નએ બીસીસીઆઈના રોજબરોજના સંચાલનમાં સક્રિય રૂપે હાજર નહોતા રહી શકતા.  સોમવારે કેવડાતલા સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ડાલમિયાએ 10 વર્ષના લાંબા સમય પછી આ વર્ષે માર્ચમાં બીજીવાર બીસીસીઆઈની કમાન સાચવી હતી. જ્યારે તેમને ચૂંટણીમાં વોકઓવર મળી ગયુ હતુ. પણ ત્યારબાદથી તેઓ બીમાર રહ્યા હતા અને છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમની તબિયત વધુ બગડી ગઈ. સૂત્રોના જણાવ્યા મુજબ બીસીસીઆઈ સચિવ અનુરાગ ઠાકુર અને આઈપીએલ અધ્યક્ષ રાજીવ શુક્લા સોમવારે અહી પહોંચશે. 
 
બીસીસીઆઈએ શોક વ્યક્ત કર્યો - બીસીસીઆઈ સચિવ અનુરાગ ઠાકુરે નિવેદનમાં કહ્યુ કે બીસીસીઆઈના બધા સભ્યો તરફથી હુ ડાલમિયાના શોકાતુર પરિવાર પ્રતિ સંવેદના પ્રગટ કરુ છુ. 
 
ભારતીય ક્રિકેટમાં પિતાતુલ્ય ડાલમિયાએ ભારતમાં ક્રિકેટની રમતના વિકાસ માટે કામ કર્યુ. ભારતીય ક્રિકેટને વૈશ્વિક સ્તર પર પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી. 
 
હોસ્પિટલ પહોંચી મમતા બેનર્જી - બીજી બાજુ જગમોહન ડાલમિયાના નિધનના સમાચાર મળતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાત્રે 9.30 વાગ્યે હોસ્પિટલ પહોંચી.  તેમની સાથે કલકત્તા નગર નિગમના મેયર શોભન ચેટર્જી પણ હોસ્પિટલ પહોંચ્યા. 
 
રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો 
 
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીસીસીઆઈ અધ્યક્ષ જગમોહન ડાલમિયાના નિધન પર આજે શોક વ્યક્ત કર્યો. ક્રિકેટ જગતને આજે રાત્રે ગમગીન કરી દેનારા સમાચાર આવ્યા પછી રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યુ, "શ્રી જગમોહન ડાલમિયાના નિધન પર હાર્દિક સંવેદનાઓ વ્યક્ત કરુ છુ." પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ , "સંકટની આ ઘડીમાં શ્રી જગમોહન ડાલમિયાએ પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. ઈશ્વર શ્રી ડાલમિયાની આત્માને શાંતિ પ્રદાન કરે." 
 
રાજકીય સન્માન સાથે અંત્યેષ્ટિ આજે 
 
ડાલમિયાના પાર્થિવ શરીરને રવિવારે મોડી રાત્રે 11.30 વાગ્યાના લગભગ અલીપુર સ્થિત તેમના રહેઠાણ પર લઈ જવામાં આવ્યા. સોમવાર બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી તેમના પાર્થિવ શરીરને ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ(સીએબી)માં મુકવામાં આવશે.  જ્યા લોકો શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ દક્ષિણ કલકત્તાના કેવડાતલ્લા સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર થશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે રાજકીય સન્માન સાથે અંત્યેષ્ટિ થશે.