ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :મોહાલી. , મંગળવાર, 29 નવેમ્બર 2016 (16:00 IST)

IndVsEng: ભારતે 8 વિકેટથી મોહાલી ટેસ્ટમાંં જીત મેળવી, સીરીઝમાં 2-0થી આગળ

ભારત-ઈગ્લેંડની વચ્ચે ત્રીજી ટેસ્ટમાં ઈગ્લેંડ તરફથી મળેલ મામૂલી લક્ષ્યના જવાબમાં ઉતરેલી ટીમ ઈંડિયાએ 8 વિકેટથી ત્રીજી ટેસ્ટ જીતી લીધી. આ અગાઉ ચોથ દિવસે મેહમાન ટીમ પોતાની સેકંડ ઈનિંગમાં 236 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મોહમ્મદ શમી અને રવિન્દ્ર જડેજાની શ્રેષ્ઠ બોલિંગ સામે જો રૂટ(78) અને હસીબ હમીદ (અણનમ 59)ની હાફ સેંચુરી રમતને કારણે મેહમાન ઈગ્લેડે સામાન્ય બઢત સાથે ભારત સામે ત્રીજી ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે મંગળવારે જીત માટે 103 રનનુ સહેલુ લક્ષ્ય મુકી દીધુ. 
ત્રીજી ટેસ્ટમાં જીતના નિકટ પહોચેલી ભારતીય ટીમની કમાલની બોલિંગથી ઈગ્લેંડનો બીજો દાવ ડ્રિંક્સના થોડીવાર પછી 90.2 ઓવરમાં 236 રન પર સમેટાઈ ગયો. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પછી ચોથા દિવસે ઝડપી બોલર શમીએ પોતાના બાઉંસરો અને જડેજાએ પોતાની કમાલની સ્પિન બોલિંગથી મેહમાન ટીમની 4 વિકેટ લીહ્દી. અશ્વિન જડેજા સાથે એંડરસન(5)ને રનઆઉટ કરી ઈગ્લેંડના રમતની અંતિમ વિકેટ ઉડાવી.