ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 17 જૂન 2016 (12:36 IST)

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની આ તસ્વીરોથી થયો વિવાદ... થઈ શકે કાયદેસર કાર્યવાહી

ટીમ ઈંડિયાના ઓલરાઉંડર રવિન્દ્ર જડેજા હવે નવા વિવાદોમાં ઘેરાય ગયા છે. જડેજા પર વન્ય જીવન કાયદાનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે જડેજા પોતાના પરિવાર સાથે બબ્બર શેરને જોવા માટે ગુજરાતના ગિરના જંગલ પહોંચ્યા હતા. એશિયાઈ વાઘની મુલાકાત લીધી તો  નિયમોને બાજુ પર મુકીને તેમણે ગાડીમાંથી નીચે ઉતરીને વાઘ સાથે ફોટા પડાવ્યા. વન વિભાગનો કાયદો ગાડીથી નીચે ઉતરીને વાઘ સાથે ફોટા ખેંચવની મંજુરી નથી આપતુ. તેથી જડેજાએ સાર્વજનિક રૂપે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટનુ ઉલ્લંઘન કર્યુ છે. 
આ વિશે ગુજરાત વનવિભાગના ગિર અભ્યારણ્ય મુખ્ય વન સંરક્ષક(વાઈલ્ડ લાઈફ) ડો. અનિરુદ્ધ પ્રતાપ સિંહે કહ્યુ કે રવિન્દ્ર જડેજાએ કાયદો અને નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. તેથી આ પુર્ણ મુદ્દાની તપાસ કરાવવામાં આવશે.  આગળ કશુ ન બતાવવાની વાત કહીને ડો. સિંહે કહ્યુ કે બધા પહેલુઓને જોવામાં આવશે અને પછી એક્શન લેવામાં આવશે. 
 
વરસદની ઋતુમાં 15 જૂનથી લઈને 16 ઓક્ટોબર સુધી (ચાર મહિના) ગિરનુ જંગલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે અને રવિન્દ્ર જડેજા 15 જૂન મતલબ અંતિમ દિવસે ગયા હતા અને વાઘની સાથે ફોટા ખેંચવાની ભૂલ કરી હતી. હવે જોવાનુ એ છે કે વન વિભાગ રવિન્દ્ર જડેજાના વિવાદની તપાસ કેવી રીતે કરે છે અને પરિણામ શુ થઈ શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે જડેજા પોતાના લગ્નના સમયે ખૂબ વિવાદોમાં રહ્યા હતા. જડેજાના લગ્ન રીવાબા સાથે થયા હતા. જે દિવસે તેઓ ઘોડી ચઢ્યા તે દિવસે તેમના કોઈ સંબંધીએ આ દરમિયાન ફાયરિંગ કર્યુ હતુ જે કે ગેરકાયદેસર છે. ત્યારે ફાયરિંગ પર ડીજીપીએ કહ્યુ કે આ ખૂબ જ નાનો મામલો છે. જડેજા ત્યારથી ખૂબ ચર્ચામાં રહ્યા હતા.