ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રાજકોટ. , સોમવાર, 18 એપ્રિલ 2016 (12:15 IST)

ફાયરિંગ વિવાદ વચ્ચે એકબીજાના થયા જડેજા-રીવા

ટીમ ઈંડિયાના સ્ટાર ઓલરાઉંડર રવિન્દ્ર જડેજા રવિવારે અહી રીવાબા સોલંકી સાથે લગ્ન બંધનમાં બંધાય ગયા જોકે તેમનો વરઘોડામાં થયેલ ફાયરિંગને એક ઘટનાને લઈને વિવાદ પણ ઉભો થયો જેનાથી રંગમાં ભંગ પડ્યો. 
 
જડેજાની રાજકોટના કાલાવાડ રોડ સ્થિત હોટલ સીઝનમાં તેમની ફીયાંસી રીવાબા સાથે લગ્ન થઈ ગયા. આ પહેલા જ્યારે તે વરઘોડો લઈને નીકળ્યા હતા.  તો તેમના નિકટના કોઈ જાનૈયાએ જાનમાં હવામાં ગોળીબાર કરી ખુશી વ્યક્ત કરી.  આ સ્થિતિ અને ગોળીના અવાજથી જડેજા પણ અસહજ થતા જોવા મળી રહ્યા છે. 
 
તેનો વીડિયો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર વાયરલ થઈ જવાથી પોલીસે તેની તપાસનો આદેશ આપવો પડ્યો.  ગ્રામીણ એસપી અંતરીપ સૂદે કહ્યુ કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 
 
ઘટના પછી તપાસ માટે પોલીસની એક ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે આ મામલાની તપાસ માટે વીડિયો ફુટેજ જોવાય રહી છે. 
 
તેમણે જણાવ્યુ કે જો કોએ લાઈસેંસી બંદૂકથી પણ ગોળી ચલાવાય છે તો આવુ ફક્ત આત્મરક્ષાની સ્થિતિમાં કરી શકાય છે. જો કે ઘટનામાં કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી. દોષ સાબિત થતા વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે. 
 
આ અગાઉ પીળા રંગની શેરવાની અને પારંપારિક ગુજરાતી પાઘડી પહેરીને જડેજા ઘોડી પર વરરાજા બનીને નીકળ્યા. રીવાબા સાથે તેમની સગાઈ આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી. આ પહેલા ગઈકાલે રાત્રે સંગીતનો કાર્યક્રમ અને તલવારબાજીનુ પણ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ અને રીવાબા સાથે ઠુમકા પણ લગાવ્યા હતા.