ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 24 જૂન 2015 (12:20 IST)

વિવાદોને ભૂલાવીને એકજૂટ થઈ ટીમ ઈંડિયા, ધોની-વિરાટે રમી ફુટબોલ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વનડે મેચોની ક્રિકેટ શ્રેણીની છેલ્લી મેચ મીરપુરમાં રમવામાં આવશે. વનડે શ્રેણીમાં બાંગ્લાદેશે પહેલીવાર 2-0ની નિર્ણાયક બઢત લઈને શ્રેણી પર કબજો કરી લીધો છે. આ મેચ ધોની માટે પોતાની પ્રતિષ્ઠા બચાવવાની તક હશે જ્યારે કે બાંગ્લાદેશ ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. મેચ પહેલા ધોની, વિરાટ, રહાણે સહિત ટીમ ઈંડિયાના ખેલાડીઓએ નેટ પ્રેકટિસ કરી. આ સાથે જ બાંગ્લાદેશના ખેલાડી પણ અભ્યાસ કરી રહ્યા હતા. પ્રેકટિસ સેશન દરમિયાન ધોનીએ બાંગ્લાદેશના કેટલાક ખેલાડીઓ સાથે ચર્ચા પણ કરી. 
 
બાંગ્લાદેશ પાસે ક્લીન સ્વીપની હૈટ્રિકની તક 
 
પહેલી બે વનડે મેચોમાં બાંગ્લાદેશના યુવા ઝડપી બોલર મુસ્તફિજુર રહેમાન છવાયેલા રહ્યા. તેમણે પહેલા વનડેમાં પાંચ અને બીજી વનડેમાં છ વિકેટ લીધી.  ભારતીય દિગ્ગજ તેમનો સામનો નથી કરી શક્યા. બાંગ્લાદેશ ટીમ બંને મેચોમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ઉપર રહી. મેજબાન ટીમ ફક્ત ભારત વિરુદ્ધ જ નહી પણ ઝિમ્બાબવે સામે 5-0  અને પાકિસ્તાન સામે 3-0થી શ્રેણી જીતી ચુકી છે.  હવે તેની પાસે ત્રીજી વનડે જીતીને ક્લીન સ્વીપની હૈટ્રિકની તક રહેશે.