શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 20 મે 2015 (14:27 IST)

બાંગ્લાદેશ ટૂર - કોહલી-ધોનીની રજા કેન્સલ, હરભજનનો ટેસ્ટ ટીમમાં સમાવેશ

જૂનમાં બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમનુ બુધવારે એલાન થઈ ગયુ. મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને રજા નથી આપવામાં આવી. ધોની વનડેના કપ્તાન છે. જ્યારે કે વિરાટ કોહલી ટેસ્ટ ટીમના કપ્તાન છે. બીજી બાજુ હરભજન સિંહની ટેસ્ટ ટીમમાં સમાવેશ થયો છે. આઈપીએલની 14 મેચોમાં 16 વિકેટ લઈને દમદાર પ્રદર્શન કરનારા હરભજન સિંહને પસંદગીકારે તક આપી છે. ઉલ્લેખનીય છે કે મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે ધોની અને કોહલીએ બાંગ્લાદેશ પ્રવાસ માટે રજા માંગી હતી. 
 
સંદિપ પાટિલની અધ્યક્ષતામાં પસંદગીકારની બેઠક થઈ
 
હરભજનને વિરાટ લઈને આવ્યા, ધોની નહી 
 
હરભજનને ફક્ત ટેસ્ટ ટીમમાં તક આપવાના સવાલ પર બીસીસીઆઈ સચિવ અનુરાગ ઠાકુરે કહ્યુ કે તેમનુ નામ ટેસ્ટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ સુઝાવ્યુ હતુ.  તેથી તેમને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ. વનડે ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ તેમને લઈએ કોઈ વિચાર આપ્યા નહોતા. તેથી વનડેમાં સમાવેશ કરવાને લઈને તેમના પર ચર્ચા ન થઈ. 
 
યુવરાજને ટીમમા લાવવા પર ચર્ચા ન થઈ 
 
યુવરાજને ટીમમાં સામેલ ન કરવાના સવાલ પર અનુરાગ ઠાકુરે કહ્યુ કે તેમના નામ પર ચર્ચા ન થઈ. કોઈએ તેમનુ નામ નથી સુજાવ્યુ. ઝહીર ખાન અને વીરેન્દ્ર સહેવાગ પર પણ કોઈ ચર્ચા નથી થઈ. 
 
વનડે ટીમ 
 
મહેન્દ્ર સિંહ ધોની (કપ્તાન), રોહિત શર્મા, અંજિક્ય રહાણે, શિખર ધવન, વિરાટ કોહલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, આર.અશ્વિન, રવિન્દ્ર જડેજા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, મોહિત શર્મા, સ્ટુઅર્ટ બિન્ની અને ધવલ કુલકર્ણી.  
 
ટેસ્ટ ટીમ 
 
વિરાટ કોહલી(કપ્તાન), મુરલી વિજય, શિખર ધવન, કેએલ રાહુલ, ચેતેશ્વર પુંજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રિદ્ધિમાન સાહા, આર. અશ્વિન, હરભજન સિંહ, કર્ણ શર્મા, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, વરુણ આરોન, ઈશાંત શર્મા. 
 
બાંગ્લાદેશનો પ્રવાસ શેડ્યૂલ 
 
ટેસ્ટ મેચ 10થી 14 જૂન 
પહેલી વનડે - 18 જૂન 
બીજી વનડે - 21 જૂન 
ત્રીજી વનડે - 24 જૂન