Widgets Magazine

Virat Kohli પર નારાજ ગાવસ્કર બોલ્યા - જેને કોચથી પ્રોબ્લેમ હોય તે ટીમ છોડી દે

ગુરુવાર, 22 જૂન 2017 (11:10 IST)

Widgets Magazine

ટીમ ઈંડિયાના વિરાટ કોહલી વર્તમાન દિવસોમાં નિશાના પર છે.  ફેંસના તેમને હટાવીને મહેન્દ્દ્ર સિંહ ધોનીને ફરીથી કપ્તાન બનાવવાની વાત કરી છે.  તો બીજી બાજુ દિગ્ગજ ખેલાડીઓએ પણ વિરાટને આડે હાથે લીધા છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી અનિલ કુંબલે એ  ટીમ ઈંડિયાને પરથી રાજીનામુ આપી દીધુ છે. ત્યારથી જ વિરાટ અનેક લોકોના નજરમાં વિલન બની ગયા છે. 
 
કુંબલેએ સોશિયલ મીડિયા પર સ્ટેટમેંટ રજુ કરતા કહ્યુ હતુ કે વિરાટને તેમના કામ કરવાનો તરીકો પસંદ નથી. આ મામલે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ વિરાટને ખૂબ ખરી-ખોટી સંભળાવી છે. તેમણે કહ્યુ કે કોઈપણ ક્રિકેટ સલાહકાર સમિતિની જરૂર જ શુ છે... વિરાટ પોતે જ ટીમ ઈંડિયા માટે કોચની પસંદગી કરી લે. 
 
ઉલ્લેખનીય છે કે ક્રિકેટ સલાહકાર સમિતિમાં સચિન તેંદુલકર સૌરવ ગાંગૂલી અને વીવીસ લક્ષ્મણનો સમાવેશ છે. ગાવસ્કર વિરાટથી ખૂબ નારાજ છે.  તેમને એક ન્યૂઝ ચેનલને કહ્યુ, 'ટીમના ખેલાડી અને કપ્તાનની પસંદથી જ કોચ રાખવામાં આવે છે. તો પછી સીએસીની જરૂર શુ છે.  વેસ્ટઈંડિઝમાં વર્તમન ટીમ ઈંડિયાના ખેલાડીઓ અને કપ્તાનને જ પૂછીને કોચ મુકવામાં આવે. તેના દ્વારા સૌનો સમય પણ બચશે. 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલક સમયથી વિરાટ અને કુંબલે વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ચેમ્પિયન ટ્રોફી ખતમ થવાની સાથે જ કુંબલેનો કોચ પદ માટેનો કૉન્ટ્રેક્ટ પણ ખતમ થઈ ગયો હતો.  પહેલા તેમને વેસ્ટઈંડિઝ પ્રવાસ સુધીની જવાબદારી સોંપવામાં આવી હતી. પણ પાકિસ્તાન વિરુદ્ધ ફાઈનલ મેચમાં મળેલી હાર પછી કોચ અને કપ્તાન વચ્ચેનું અંતર વધી ગયુ. વિરાટે બીસીસીઆઈ ઉપરાંત મોટા અધિકારીઓ સાથે મુલાકાત કરીને કહ્યુ કે ટીમ અને તેઓ કુંબલે સાથે કામ કરવા માંગતા નથી.  
જ્યાર પછી કુંબલેએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ.  ઉલ્લેખનીય છે કે કુંબલીની પસંદગી સીએસી એ જ કરી હતી. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

Viral Video - કોહલી જાડેજાને થપ્પડ મારીને Out કરશે

કહેવાય છે કે મંદિર તોડો, મસ્જિદ તોડો પણ કોઈ માસૂમનું દિલ ન તોડો. ટીમ ઈંડિયા અને તેના ...

news

ભારતની હાર પર અનુપમનુ ટ્વીટ - ગુસ્સામાં લોકોએ કહ્યુ - વિરાટ હટાવો, વિરાટમાં ધોની જેવુ દિમાગ નથી

ચેમ્પિયંસ ટ્રોફી 2017ની ફાઈનલમાં પાકિસ્તાને ભારત પર અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવીને ...

news

(Video)પરાજય પછી ટીમ ઈંડિયાએ બતાવી શાનદાર ખેલ ભાવના, ICCએ કરી સલામ

પાકિસ્તાનના હાથે કારમો પરાજય મેળવ્યા પછી ભારતની સતત બીજી વાર ચેમ્પિયંસ ટ્રોફી જીતવાનુ ...

news

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતનો ધબડકો

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાનના 339 રનના પડકારનો પીછો કરતા ભારતે 30.3 ઓવરમાં 158 ...