શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By નવીદિલ્‍હી,|
Last Modified: ગુરુવાર, 23 જૂન 2016 (23:51 IST)

અનિલ કુંબલેની ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ

ભારતના ભૂતપૂર્વ ટેસ્‍ટ કેપ્‍ટન અને દેશના સૌથી સફળ બોલર અનિલ કુંબલેની ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. કુંબલેની એક વર્ષની અવધિ જુલાઈમાં શરૂ થતી વિન્‍ડિઝ સામેની ચાર ટેસ્‍ટમેચોની શ્રેણીથી શરૂ થશે. ધર્મશાળામાં આજે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી જ્‍યાં બીસીસીઆઈએ તેની પ્રથમ ર્વાષિક બેઠક યોજી હતી જેમાં બોર્ડ પ્રમુખ અનુરાગ ઠાકુર અને તેના સેક્રેટરી અજય શિરકેએ પત્રકાર પરિષદ યોજીને કુંબલેના નામની જાહેરાત કરી હતી. એવી અટકળો ચાલી રહી હતી કે, એપ્રિલ સુધી ટીમ ડિરેક્‍ટર રહી ચુકેલા રવિ શાષાીને બેટિંગ કોચના હોદ્દા ઉપર જાળવી રાખવામાં આવશે પરંતુ ઠાકુરે કહ્યું હતું કે, બાકીના કોચિંગ સ્‍ટાફની પસંદગી કરવામાં આવી નથી. કોચિંગ સ્‍ટાફના બાકીના સભ્‍યો માટેની અરજી ઉપર જૂનના અંત સુધીમાં વિચારણા કરવામાં આવશે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભારતીય ટીમ વિન્‍ડિઝના પ્રવાસે જશે. ભારતના સૌથી મહાન ખેલાડીઓમાં સામેલ રહેલા કુંબલેએ કોચિંગ તરીકેની જવાબદારી પ્રથમ વખત સંભાળી છે.

   6 ટેસ્‍ટ વિકેટ અને 337 વનડે વિકેટ લઇ ચુકેલા કુંબલેની અગાઉ આર્યજનકરીતે સેવા લેવામાં આવી ન હતી. આંતરરાષ્‍ટ્રીય અથવા તો ફર્સ્‍ટ ક્‍લાસ સ્‍તર પર કોચિંગનો કોઇ અનુભવ કુંબલે પાસે નથી. અરજીદાર માટે આ એક નિયમ પણ હતો પરંતુ કુંબલેની અન્‍ય બાબતોને ધ્‍યાનમાં લેવામાં આવી છે. રવિ શાષાી પણ પ્રબળ દાવેદાર તરીકે હતા. કુંબલે અને રવિ શાસ્ત્રી પણ એક સાથે એક ગાળામાં રમી ચુક્‍યા છે. બીસીસીઆઈની સીએસીની બેઠક બુધવારે મળી હતી. સીએસીમાં સચિન, ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ સામેલ છે. કુંબલે, રવિ શાષાી, લાલચંદ રાજપૂત, પ્રવિમ આમરે અને ટોમ મુડીના નામની પાંચ અરજીઓ હતી. અગાઉ 21 નામની ટુંકી યાદી તૈયાર કરાઈ હતી. 57 અરજીઓ આવી હતી. તમામને પાછળ છોડીને કુંબલેએ બાજી મારી દીધી છે.