શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 28 મે 2016 (00:36 IST)

ગુજરાત લાયન્સને 4 વિકેટે હરાવી સનરાઇઝર્સ હૈદરાબાદ ફાઈનલમા

ગુજરાતે પહેલા બેટિંગ કરીને હૈદરાબાદ માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને હૈદરાબાદે 19.2 ઓવરમાં જ સર કરી લીધો હતો. એકલા ડેવિડ વોર્નરે 93 રન ફટકારી હૈદરાબાદને ફાઇનલમાં પહોંચાડવા માટે મહત્વનો ફાળો આપ્યો છે. વોર્નરે 58 બોલમાં 93 રન ફટકાર્યા છે. આમ ગુજરાત લાયન્સ આઈપીએલ9માંથી બહાર થઈ ગયું છે. હવે રવિવારે હૈદરાબાદ અને બેંગલોર સામ સામે ટકરાશે. બંને ટીમો ચેમ્પિયનનું ટાઇટલ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે.

આઈપીએલ-૯ના બીજા ક્વોલિફાયર મુકાબલામાં આજે ગુજરાત લાયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ટકરાશે. આ મેચ માટે ટોસ ઉછળી ગયો છે. જે હૈદરાબાદે જીત્યો છે. ટોસ જીતીને હૈદરાબાદે પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે ગુજરાત પહેલા બેટિંગ કરશે. ગુજરાતનું એક માત્ર લક્ષ્ય હૈદરાબાદ સામે પહાડી રનનો ટાર્ગેટ ખડો કરવાનો રહેશે. હૈદરાબાદને માત આપી ફાઇનલમાં પહોંચવા માટે ગુજરાત એડીચોટીનું જોર લગાવશે