શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 27 એપ્રિલ 2015 (15:22 IST)

પુત્રી સારાના બોલીવુડમાં એંટ્રીની અફવાથી નારાજ સચિન તેંદુલકર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર પોતાની પુત્રી સારા તેંદુલકરની બોલીવુડમાં એંટ્રીને લઈને લગાવેલી અટકળો પર નારાજગી રજુ કરી છે. 
 
કેટલાક દિવસો પહેલા મીડિયામાં એવી રિપોર્ટ આવી છેકે સારા તેંદુલકર બોલીવુડમાં એંટ્રી કરવાની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સારા ફિલ્મમાં કામ કરવા માંગે છે અને શાહિદ કપૂર સાથે પોતાની ડેબ્યૂ કવાની છે.  પણ સચિને સારાના બોલીવુડમાં ડેવ્યૂની અટકળોને રદ્દ કરી દીધી છે. 
 
સચિને પોતાના એક ટ્વીટમાં કહ્યુ છેકે સારા પોતાના અકેડમિક જીવન પર ધ્યાન આપી રહી છે. સારાની ફિલ્મી કેરિયર સાથે જોડાયેલ રિપોર્ટ અને અટકળો આધારહિન છે. આ અટકળો અને આધારહિન રિપોર્ટોથી તે ખૂબ નારાજ છે. 
 
સત્તર વર્ષની સારા, તેંદુલકર અને અંજલિની મોટી પુત્રી છે. જ્યારે કે તેમનો પુત્ર અર્જુન તેનાથી નાનો છે.