શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 મે 2015 (11:51 IST)

બેંગલુરૂની વિરાટ જીત, હવે ચેન્નઈને આપશે પડકાર

રૉયલ ચેલેંજર્સ બેંગલુરૂએ એલિમિનેટર મેચમાં શાનદાર પ્રદર્શન કરતા રાજસ્થાન રૉયલ્સને 71 રનથી કરારી હાર આપી. હવે ફાઈનલ માટે બેંગલુરૂનો સામનો ચેન્નઈ સુપરકિંગ્સ સાથે થશે. આ મેચમાં જીતનારી ટીમ ખિતાબ માટે મુંબઈ ઈંડિયંસ સાથે ટકરાશે. 
 
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા બેંગલુરૂએ ચાર વિકેટ પર 180 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ 19 ઓઅવરમાં 109 રન પર સમેટાઈ ગઈ. રાજસ્થાનનો કોઈ બેટ્સમેન મોટો દાવ ન રમી શક્યો. એ આરસીબીને મજબૂત સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સ અને મનદીપ સિંહે પહોંચાડ્યુ. બંને બેટ્સમેનોએ શાનદાર રમત રમતા હાફસેંચુરી મારી.  
 
રૉયલ્સે કર્યા નિરાશ 
 
181 રનના વિશાળ સ્કોરનો પીછો કરતા રાજસ્થાનના બેટ્સમેન દબાણમાં ફટાફટ આઉટ થઈ ગયા. ઓપનર શેન વોટસન (10), સંજૂ સૈમસન (05), સ્ટીવ સ્મિથ (12), કરુણ નાયર (12), દીપક હુડ્ડા (11) અને જેમ્સ ફૉકનર (04)ને બેંગલુરૂના બોલરોએ જલ્દી પેવેલિયન ભેગા કર્યા. સ્ટુઅર્ટ બિન્ને અને ક્રિસ મૌરિસ તો પોતાનુ ખાતુ પણ ન ખોલાવી શક્યા.  રાજસ્થાન માટે સૌથી વધુ 42 રનનો સ્કોર અજિંક્ય રહાણેએ બનાવ્યો.