ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: કટક. , સોમવાર, 5 ઑક્ટોબર 2015 (10:29 IST)

ભારતને બીજી ટી-20 મેચમાં જોઈએ છે ફક્ત જીત

ભારતીય ટીમ માટે આજે કટકમાં રમાનારી બીજી ટી-20 હરીફાઈ ખૂબ જ મુખ્ય છે. ધોનીના ધુરંઘરો માટે આ મેચ કરો યા મરોની સ્થિતિની છે. જો ભારતીય ટીમ આ મેચને જીતી લે છે તો તે શ્રેણી દિલચસ્પ રહેશે પણ જો આ મેચ હારી જશે તો તેમને ટી-20 શ્રેણી ગુમાવવી પડશે. ભારતને શનિવારે ધર્મશાળામાં પ્રથમ ટી-20 મેચમાં ત્રણ બોલ બાકી રહેતા સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.  આનાથી તે ત્રણ મેચોની શ્રેણીમાં 0-1થી પાછળ થઈ ગયુ છે. ધર્મશાળામાં મળેલે હારથી ભારતીય ટીમ પર જીતનુ દબાણ વધી ગયુ છે.  હવે ભારતીય ટીમની સીમિત ઓવરોમાં કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પર ટીમને જીતની રાહ પર પરત લાવવાની જવાબદારી છે. 
 
 જ્‍યારે આફ્રિકા તમામ ક્રિકેટ પંડિતોને ખોટા સાબિત કરીને આ ટ્‍વેન્‍ટી-૨૦ શ્રેણીને જીતી લેવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. મેચ ખુબ રોમાંચક બની શકે છે. પ્રથમ મેચની જેમ જ આ મેચ પણ હાઇ સ્‍કોરિંગ બની શકે છે. તમામ સ્‍ટાર ખેલાડી ફોર્મમાં દેખાઇ રહ્યા છે. જેમાં ભારત તરફથી રોહિત શર્મા, વિરાટ કોહલી અને ધોનીનો સમાવેશ થાય છે. શિખર પ્રથમ મેચમાં કમનસીબરીતે રન આઉટ થઇ ગયો હતો.  બન્‍્નો ટીમો આગામી વર્ષે યોજાનાર આઇસીસી ટ્‍વેન્‍ટી વર્લ્‍ડ કપની તૈયારી રૂપે આ શ્રેણીને જોઇ રહ્યા છે. ધોનીના નેતળત્‍વમાં ભારતીય ટીમ ફેવરીટ દેખાઇ રહી છે પરંતુ આફ્રિકામાં અનેક શક્‍તિશાળી અને કુશળ ખેલાડી રહેલા છે. જે બાબતની સાબિતી પ્રથમ ટ્‍વેન્‍ટી-૨૦ મેચમાં મળી ચુકી છે. ભારતના જંગી જુમલાને પણ પાર પાડવામાં આફ્રિકન સફળ રહ્યા હતા. ડયુમિની, અમલા અને ડિવિલિયર્સથી ભારતને ફરી સાવધાન રહેવાની જરૂર પડશે.  કટક ખાતે રમાનારી મેચમાં ટોસ મહત્‍વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. ધોનીના નેતળત્‍વમાં ટીમ ઇન્‍ડિયા દ્વારા ડિવિલિયર્સ માટે પણ ખાસ પ્‍લાન છે. આફ્રિકન ટીમમાં ઇમરાન તાહિરની વાપસી થઈ છે. તે અસરકારક સાબિત થઈ શકે છે.  ભારત બન્‍્નો ટીમોમાં કેટલાક નવા ચહેરાને સામેલ કરવામાં આવ્‍યા છે.પ્રથમ ટ્‍વેન્‍ટીમાં હાર ખાધા બાદ ભારતીય ટીમ વધારે સાવધાન દેખાઇ રહી છે. પ્રથમ મેચમાં બોલરો ફ્‌લોપ રહ્યા હતા. જેથી બોલિંગ વિભાગમાં એક બે ફેરફાર કરવામાં આવે તેવી શક્‍યતા છે. બન્‍્નો ટીમના જે સ્‍ટાર ખેલાડી છે તે તેમની કુશળતા સાબિત કરવા માટે ઉત્‍સુક દેખાઇ રહ્યા છે.  ભારત અને આફ્રિકાની ટીમ નીચે મુજબ છે.
 
   ટી-૨૦ ટીમ : ધોની(કેપ્‍ટન), શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, અજન્‍કયા રહાણે, સ્‍ટુઅર્ટ બિન્ની, આર. અશ્વીન, અક્ષર પટેલ, હરભજનસિંહ, ભવનેશ્વર કુમાર, મોહિત શર્મા, અમિત મિશ્રા, એસ. અરવિન્‍દ
 
   ટી-૨૦ આફ્રિકા : પ્‍લેસીસ (કેપ્‍ટન), એબોટ, હાસીમ અમલા, ફરહાન બેહારનદીન, ડી કોક, ડે લીન્‍જે, ડિવિલિયર્સ, જેપી ડયુમિની, ઇમરાન તાહીર, ઇડી લેઇ, ડેવિડ મિલર, ક્રિસ મોરીસ, રાબાડા, ડેવિડ વાઇઝ, એબી મોર્કેલ, ખેયા ઝોન્‍ડો 
 
   બાકીની મેચોનો કાર્યક્રમ નીચે મુજબ છે.
 
   -      આઠમી ઓક્‍ટોબર : કોલકત્તામાં ત્રીજી ટ્‍વેન્‍ટી-૨૦
  -       ૧૧મી ઓક્‍ટોબર : કાનપુરમાં પ્રથમ વનડે મેચ
  -       ૧૪મી ઓક્‍ટોબર : ઇન્‍દોરમાં બીજી વનડે મેચ
  -        ૧૮મી ઓક્‍ટોબર : રાજકોટમાં ત્રીજી વનડે મેચ
 -      ૨૨મી ઓક્‍ટોબર : ચેન્‍્નાાઇમાં ચોથી વન ડે મેચ
 -       ૨૫મી ઓક્‍ટોબર : મુંબઇમાં પાંચમી વનડે મેચ