શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રાંચી , શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (07:38 IST)

ભારતે બીજી ટ્વેન્ટી-20 મેચમાં શ્રીલંકાને 69 રનથી હરાવ્યું, સિરીઝને 1-1થી સમાન

ભારતે આજે અહીં રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 69 રનથી ભૂંડી રીતે હરાવ્યું છે અને ત્રણ મેચોની સિરીઝને 1-1થી સમાન કરી છે.પુણેમાં પહેલી મેચમાં ભારતનો પાંચ-વિકેટથી પરાજય થયો હતો.

શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંદીમલે ફરી ટોસ જીત્યો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

ભારતે શિખર ધવનના 25-બોલમાં 51 રનના મુખ્ય યોગદાનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 196 રન કર્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 127 રન જ કરી શકી હતી.

ભારતના દાવમાં શ્રીલંકાના મધ્યમ ઝડપી બોલર થિસારા પરેરાએ ઝડપેલી હેટ-ટ્રિક વિશેષતા બની રહી હતી. પરેરાએ લગાતાર ત્રણ બોલમાં હાર્દિક પંડ્યા, સુરેશ રૈના અને યૂવરાજ સિંહની વિકેટ ઝડપી હતી. ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ્સમાં હેટ-ટ્રિક ઝડપનાર પરેરા ચોથો બોલર બન્યો છે.