ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 13 ઑક્ટોબર 2015 (10:31 IST)

મેચ દરમિયાન ધોની અને કોહલી વચ્ચે બોલચાલ થઈ હતી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ વન-ડેમાં અજિંક્ય રહાણેને અંતિમ ઇલેવનમાં સામેલ કરવા મામલે વન-ડે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ટેસ્ટના કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે તકરાર થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મેચ અગાઉ ધોનીએ રહાણે માટે ટીમમાં જગ્યા ન હોવાનું મેચની પૂર્વ સંધ્યાએ જણાવ્યું હતું પરંતુ મેચમાં તેનો સમાવેશ કર્યો હતો. અને ત્રીજા સ્થાને કોહલીની બદલે રહાણેને મેદાન પર મોકર્યો હતો. જો કે, ધોનીએ કોહલી સાથે અણબનાવ બન્યો હોવાનો ઇનકાર કર્યો હતો. આ મેચમાં કોહલીએ જે રીતે બેટિંગ કરી હતી તેને લઈને પણ ક્રિકેટ ચાહકોમાં વિવિધ પ્રશ્નો ઉઠી રહ્યા છે. કોહલી આ મેચમાં ૧૮ બોલમાં માત્ર ૧૧ રન બનાવી આઉટ થયો હતો. કોહલી જાણી જોઇને જલ્દી આઉટ થયો કે, તેનું ફોર્મ ગુમાવી બેઠો છે તે કોહલી પોતે જ જણાવી શકે તેમ છે.
 
સાઉથ આફ્રિકા સામે મેચ હાર્યા બાદ કેપ્ટન ધોનીએ કહ્યું કે, અમે મેચ જીતી રહ્યા હતા પરંતુ કેટલીક ભૂલો કરી હતી જેને કારણે જીતની બાજી હારમાં પલટાઈ ગઈ હતી. આ ઉપરાંત અશ્વિનની ઇજા અંગે ધોનીએ કહ્યું કે, અશ્વિન ટીમનો શ્રેષ્ઠ સ્પિનર છે પરંતુ તે ઇજાગ્રસ્ત થતાં પોતાની ૧૦ ઓવરનો ક્વોટા પૂરો કરી શક્યો નહોતો જે ટીમ માટે નુકસાનકારક સાબિત થયું હતું.